શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા નાં સોરાપાડા રેન્જ વિસ્તાર માં આવેલ રૂરલ ટુરિઝમ કુનબાર ખાતે આરએફઓ સોરાપાડા નાં અધ્યક્ષ સ્થાને વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
વૃક્ષો વાવો અને વરસાદ લાવો. આ એક સૂત્ર છે પણ ખરેખર આ સૂત્રને સાર્થક કરવા માટે વૃક્ષારોપણ કરવું જરૂરી છે. વૃક્ષારોપણ માત્ર વૃક્ષ વાવીને ના કરવું જોઈએ પરંતુ વૃક્ષોનો ઉછેર કરવો એ ખુબ મહત્વનું છે તો જ વૃક્ષો વાવો અને વરસાદ લાવો એ સૂત્ર ખરેખર સાર્થક માનવામાં આવશે. વિશ્વમાં દિનપ્રતિદિન વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ અનેક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ડેડીયાપાડા તાલુકા ના કુનબાર ખાતે આવેલ રૂરલ ટુરિઝમ ખાતે સોરાપાડા રેન્જ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જે.આર.ખોખર (આરએફઓ,સોરાપાડા રેન્જ), એમ.કે.વસાવા (રા.ફોરેસ્ટર, સોરાપાડા) , ડી.ડી.જાદવ (રા.ફોરેસ્ટર કમોદવાવ), સોરાપાડા રેન્જ સ્ટાફ, કર્મચારીઓ તથા જેએફએમસી મંડળીઓનાં પ્રમુખ,મંત્રીઓ તથા કુનબાર, ચૂલી, નવાગામ, ઝરણાવાડી, ખેડીપાડા, રૂખલ, ગારદા,પોમલાપાડા, સાબુટી, ઘનખેતર, તથા બોરીડાબરા ગામના માણસો વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
ઉજવણી દરમિયાન રૂરલ ટુરિઝમ કુનબાર ખાતે તુલસી, હરડે, સરગવા, જાંબુ, આંબળા, તથા બોરસલ્લી જેવા અનેક પ્રકારના રોપા રોપવામાં આવ્યા હતા.