શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ દિનકર બંગાળ
બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત આહવા ખાતે સેમિનાર યોજાયો:
વઘઈ: ડાંગ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, આહવા તથા સમગ્ર શિક્ષા અભિયાનના સંયુક્ત ઉપક્રમે “બેટી બચાવો, બેટી પઢાવો” થીમ અંતર્ગત આહવા ખાતેની કે.જી.બી.વી. ખાતે એક જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ સેમિનારમાં સાયકિયાટ્રીક શ્રીમતી મનીષાબેન દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ વિષય પર બાળકીઓને માહિતી આપવામાં આવી હતી. તેમજ સ્ટ્રેસ (તણાવ) ના કારણે ઉદભવતી સમસ્યાઓ અને તેમાંથી બહાર નિકળવાના ઉપાયો વિષે બાળકીઓને વાકેફ કરવામાં આવી હતી.
સિવિલ હોસ્પીટલ, આહવાના ગાયનેકોલોજીસ્ટ દ્વારા બાળકીઓને આરોગ્ય વિષયક માહિતી પુરી પાડવામાં આવેલ હતી. તેમજ એડોલેશન કાઉંસેલર શ્રીમતી મનિષાબેન દ્વારા બાળકોમાં વય મુજબ શારીરિક તેમજ માનસિક ફેરફારો થાય છે, જેની વિગતે માહિતી આપવામાં આવી હતી.
અભયમ ટીમના કાઉન્સેલર શ્રીમતી નેહા મકવાણા દ્વારા બાળકીઓને ૧૮૧ ટીમની કામગીરી વિષે માહિતી આપી હતી. તેમજ સમાજના દરેક વર્ગ સુધી માહિતી પહોચાડી જિલ્લાની દરેક મહિલાઓને અભયમ ટીમનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.
મહિલા અને બાળ અધિકારીની કચેરીની DHEWની ટીમના શ્રીમતી મર્યમબેન અને સખી વન સ્ટોપ સેન્ટરના શ્રીમતી સંગીતાબેનની ટીમ દ્વારા કચેરીની મહિલાલક્ષી કામગીરી તેમજ સંસ્થાકીય કામગીરીથી બાળકીઓને વાકેફ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે “બેટી બચાવો, બેટી પઢાવો” થીમની સર્વ દ્વારા શપથ લેવામાં આવી હતી.