શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
પાટવલી ગામે આગ લાગવાની ઘટના માં અસરગ્રસ્ત પરિવારો ની જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ મુલાકાત લીધી;
ગુમીન ફળિયા નાં ૧૧ પરિવારો ના ૧૮ ઘરો સહીત ઘર વખરી બળીને ભસ્મીભૂત થઇ ગયા હતા;
ડેડીયાપાડા તાલુકામાં અવાર નવાર આગ લાગવા ની ઘટના બનતી જ હોય છે, ત્યારે ફરી એક વાર ડેડીયાપાડા નાં પાટવલી ગામે તા.૨,૩,૨૦૨૨ ના રોજ આકસ્મિક રીતે આગ લાગવાની ઘટના બની હતી, જેમાં ગુમીન ફળીયામાં ૧૧ જેટલા પરીવાર ના ૧૮ જેટલા કાચા ઘરો સળગી ને ખાખ થઈ ગયા હતા, ત્યારે નિરાધાર પરિવારો ની નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, તેમજ સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા મુલાકાત કરવામાં આવી હતી, તેમજ તમામ પરિવારોને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ આપી, આશ્વાસન આપવામાં આવ્યું હતું, તેમજ સરકાર ની અન્ય સહાય પણ ઝડપથી આપવા માટે વહીવટી તંત્ર ને સુચન કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, ભરૂચ-નર્મદા નાં સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, માજી ધારાસભ્ય શ્રી મોતિસીહ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ ના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ, દેડીયાપાડા તાલુકાના ભાજપ ના પ્રમુખ ઈશ્વરભાઈ, પાટવલી ગામના સરપંચ સોમભાઈ, જીલ્લા પંચાયત સદસ્ય સોમભાઈ તેમજ ભાજપ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.