મારું ગામ મારાં ન્યુઝ

દેડિયાપાડાના નાનીબેડવાણ ગામે આકસ્મિક આગ લાગવાથી એક ઘર બળીને ખાખ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , નર્મદા સર્જનકુમાર 

દેડિયાપાડાના નાનીબેડવાણ ગામે આકસ્મિક આગ લાગવાથી એક ઘર બળીને ખાખ;

પાટવલી, દેવમોગરા બાદ નાનીબેડવાણ ગામે ફરી ઘરમાં આગ લાગતા સંપૂર્ણ ઘર બળીને ખાખ, તંત્ર તાલુકા કક્ષાએ ફાયર સેફ્ટીની સગવડ ઊભી કરવામાં હજુ કેટલો સમય લેશે..?

     પૂર્વ વનમંત્રી મોતીભાઈ વસાવા, સર્કલ ઓફિસર, જિલ્લા પંચાયત સદસ્ય ખાનસિંગભાઈ, સરપંચશ્રી, તલાટી સહિતનાં આગેવાનો ઘટનાસ્થળ પર પહોંચી સમીક્ષા કરી;

એક તરફ ફાયર સ્ટેશનની માંગ કરતી ધારાસભ્યની અરજી મજૂરી માટે મોકલાઈ છે તો બીજી તરફ ડેડીયાપાડામાં આગજની ઘટના..!  ગ્રામ્ય વિસ્તારમાં હજુ કેટલાં ભોગ બનશે..?

આ બેઘર થયેલ પરિવાર ને રસોડાનો સામાન , દરરોજની ખાદ્ય સામગ્રી તેમજ આર્થિક મદદ કરવામાં આવી જેમાં પૂર્વ વનમંત્રી મોતીલાલ વસાવા, ચિક્દા જિલ્લા પંચાયતના સભ્ય ખાનસીંગભાઇ, નાની બેડવાણ તાલુકા પંચાયતના સભ્યશ્રી સુરેશભાઇ, જીલ્લા ઉપપ્રમુખ રણજીતભાઇ ટેલર, દેડીયાપાડા મંડલ પ્રમુખશ્રી ઈશ્વરભાઈ, ટી.ડી.ઓ, તલાટી , નાની બેડવાણ ગ્રામ પંચાયત નાં સરપંચશ્રી, ચિકદા ગામના આગેવાન રાકેશભાઈ, પ્રતાપભાઈ, મનીષભાઈ વગેરે હાજર રહ્યા.

  ડેડીયાપાડા મત વિસ્તારના ધારાસભ્ય મહેશભાઇ વસાવાએ ફાયર સેફ્ટી માટેની અનેકવાર રજૂઆતો અને ઉપવાસ માટેની ચિમકી પણ ઉચ્ચારી છે. જે સંદર્ભે ધારાસભ્ય ની સરળ રજૂઆત બાબતે જરૂરી નિયમ અનુસાર ની દરખાસ્ત તૈયાર કરી ટૂંક સમયમાં થનારા વર્ષ ૨૦૨૨-૨૩ ના આયોજનમાં ધ્યાને લેવામાં આવશે, તે અંગેની જાણ પણ જીલ્લા આયોજન અધિકારીશ્રી દ્વારા ધારાસભ્ય શ્રી ને કરવામાં આવેલ છે. ત્યારે આજે ફરી એકવાર દેડીયાપાડા તાલુકાના નાનીબેડવાણ ગામે રહેતા રેવજીભાઈ બાવાભાઈ વસાવાના સોમવાર ના રોજ રાત્રે ૧૧.૦૦ કલાક ના સમયમાં કાચું ઘર સંપૂર્ણ બળી ગયેલ છે, જે બનાવમાં કોઈ જાનહાનિ કે પશુહાની થયેલ નથી તથા આગ લાગવાથી અંદાજિત રૂ. ૪૦ હજારનું નુકસાન થવા પામેલ છે, જે બાબતે નાનીબેડવાણ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા પંચકેસ કરી મામલતદાર કચેરી ડેડીયાપાડા ને જાણ કરેલ છે. આ સમગ્ર ઘટનાની જાણ થતા પૂર્વ મંત્રી મોતીભાઈ વસાવા જિલ્લા પંચાયત સદસ્ય ખાનસિંગભાઈ વસાવા સરપંચ. તલાટી. સહિતના આગેવાનો ઘટના સ્થળ પહોંચી ઘટનાની સમીક્ષા કરી હતી, વધુમાં સરકાર શ્રી દ્વારા મળતી સહાય ઝડપથી પૂરી પાડવા માટેની ખાતરી પણ આપવામાં આવી છે, તેમજ તાત્કાલિક ધોરણે ઘરવપરાશના સામાન પણ પરિવારને ઉપલબ્ધ કરાવ્યો હતો.

 વધુમાં આવા ગરીબ પરિવાર ઉપર આવી પડેલ આફત સમયે ઝડપથી મદદ મળી રહે તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઇ ઘટનાસ્થળ પર રૂબરૂ મુલાકાત લઇ પરિવારને ઝડપથી મદદરૂપ બનવા આશા વ્યક્ત કરવામાં આવી રહી છે..! આ ઘટનામાં બળી ગયેલ ઘર ખેતર ની સીમમાં આવેલ છે જે ખેતરમાં થોડી ઘણી શાકભાજી બનાવી વેચીને પોતાનું ગુજરાન ચલાવતો પરિવાર હોવાની વિગતો સામે આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है