મારું ગામ મારાં ન્યુઝ

ડેડીયાપાડા તાલુકાનાં ગારદા અને મોટા જંબુડા વચ્ચેનાં કોઝવેનું ધોવાણ, લોકોને હાલાકી:

કોઝવે પર પાણી ફરી વળતા મુસાફરોને 8 થી 10 કિમી.વધુ ફેરો ખાવાની નોબત, અને કોઝ્વે વરસાદમાં ધોવાઈ જતા ફોરવ્હીલ વાહનો માટે રસ્તો પણ બંદ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ગારદા અને મોટા જંબુડા ગામની વચ્ચે થી પસાર થતા કૉઝવે ઉપરથી પાણી ફરી વળતા હાલાકી:

હાલ વરસાદની ધમાકેદાર  શરૂઆત થતા નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં આવેલ કોઝવે ઉપરથી પાણી જતા અંદરના ગામો સંપર્ક વિહોણા બનવાના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે ડેડીયાપાડા તાલુકાનાં  ગારદા અને  મોટા જંબુડા વચ્ચેનો કોઝવે પાણીમાં ગરકાવ થઇ જવા પામેલ અને વરસાદી પાણી ઓશરી જતાં કોઝવે ધોવાયો:  હાલમાં  લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે લોકો મોટો પુલ બને તેવી માંગ કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ના ગારદા અને  મોટા જંબુડા ગામની વચ્ચે થી પસાર થતા કૉઝવે ઉપર થી પાણી ફરી વળ્યુ, જેના કારણે ગારદા, ખામ, ભૂત બેડા, મંદાલાં ગામના લોકોને અને રાહદારીઓને  અટવાવાનો વારો આવ્યો છે, આજે વહેલી સવારે વરસાદની ગાજ વીજ સહિત શરૂઆત થતાં ગારદા અને મોટા જાંબુડાની વચ્ચે થી પસાર થતી મોહન નદીનો ચેકડેમ પણ ઉભરાઈ ગયો હતો, અને આ ગામની વચ્ચે આવેલું કોઝવે પર પાણી ફરી વળતા મુસાફરોને 8 થી 10 કિમી. વધુ ફરવાનો વારો આવ્યો છે, અને કોઝ્વે પાણીમાં ધોવાઈ જતા ફોર વ્હીલ વાહનો માટે રસ્તો પણ સદંતર  બંદ થઈ ગયો છે, જ્યારે બાઈક ચાલકો ને બાઈક પર થી ઉતરી ને જીવના જોખમે પસાર થવાનો વારો આવ્યો છે, અને આ કોઝવે પર થી નેત્રંગ, ઉંમરપાડા, કેવડી, અંક્લેશ્વર જતા નોકરિયાત લોકો તેમજ કામકાજ પર જતા મુસાફરોને પણ અટવાવા નો વારો આવ્યો છે, જેથી વહેલી તકે આ કોઝવે પર સ્થાનિક તંત્ર, માર્ગ અને મકાન વિભાગનું ધ્યાન જાય  છે કે નહીં તે જોવું રહ્યું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है