મારું ગામ મારાં ન્યુઝ

ડાંગ જીલ્લા સેવાસદન પ્રાગણમાં આતંકવાદ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ  રામુભાઈ માહલા

આજરોજ ડાંગ જીલ્લા સેવાસદન પ્રાગણમાં આતંકવાદ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 

આહવા: સમગ્ર દેશમાં દર વર્ષે ૨૧ મે ” આતંકવાદ વિરોધી દિવસ” તરીકે મનાવવામાં આવે છે,  આ દિવસ મનાવવાનો પાછળનો ઉદેશ્ય દેશના નાગરિકોને આતંકવાદ અને હીંસક સંપ્રદાયથી દુર રહી સામાન્ય લોકોની વેદનાને સમજવા અને રાષ્ટ્રીય હિત માટે કામો કરવા પ્રેરિત કરવાનો છે, આ દિવસની ઉજવણીમાં વિવિધ આતંકવાદ વિરોધી કાર્યક્રમો અને ડ્રાઈવોનું આયોજન ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે, જેના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં દર વર્ષે તમામ સરકારી જહેર ક્ષેત્રની કચેરીઓ, જાહેર સંસ્થાઓમાં આતંકવાદ અને હિંસાનો વિરોધ કરવા, માનવ જાતિના તમામ વર્ગો વચ્ચે શાંતિ, સામાજિક સદભાવ તથા મનમેળ કાયમ રહે તથા માનવ જીવનના મુલ્યો સામે આવનાર જોખમો સામે લડવા માટે એક જૂથ બનીને સપથ જેવા કાર્યક્રમો કરવામાં આવે છે. જેના અનુસંધને આજ રોજ ડાંગ જિલ્લા સેવાસદનના પ્રાગણમાં માન.કલેકટરશ્રીની ઉપસ્થિતિ તેમજ સેવાસદનના અધિકારીઓ કર્મચારીઓએ આતંકવાદ વિરોધી શપથ લઈ “આતંકવાદ વિરોધી દિવસ’’ ની ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં કોવીડ-૧૯ રોગચાળાને ધ્યાનમાં રાખીને ગાઈડલાઈન્સ મુજબ  સામાજિક અંતર જાળવી, માસ્ક પહેરીને શપથ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है