મારું ગામ મારાં ન્યુઝ

ડાંગ જીલ્લાના બારદા ધોધમા ડૂબી ગયેલા સ્થાનિક યુવકની ભાળ મળી :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા 

બારદા ધોધમા ડૂબી ગયેલા યુવકની ભાળ મળી :

આહવા: તા: ૨૨: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા નજીક આવેલા ચનખલ ગામની સીમમા સ્થાનિક યુવાન ડૂબી જવાની બનેલી ઘટના બાદ, ગઈ કાલે મોડી રાત્રે આ યુવકની લાશને શોધી કાઢવામા આવી છે.

આહવાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, ગત તા.૨૦/૮/૨૦૨૧ ના રોજ બપોર બાદ ચારેક વાગ્યાના સુમારે, ચનખલ ગામના અગ્રણી અને સરકારી વકીલ તરીકે સેવારત શ્રી મહેશભાઈ પટેલનો યુવાન દીકરો મલય પટેલ (ઉ.વ. આશરે ૨૦ વર્ષ) તેના કેટલાક મિત્રો સાથે બારદા ધોધ ખાતે ગયો હતો. તે વેળા આ યુવાનનો પગ લપસતા તે ઊંડા પાણી ના કોતરોમા ડૂબી જવા પામ્યો હતો.

ઘટનાની જાણ થતા સ્થાનિક રહીશો સહિત આહવા પોલીસની ટિમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ, અને પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીત સહિતના અધિકારીઓએ તાબડતોડ ઘટના સ્થળે ધસી જઈ, ગુમસુદા યુવકની ભાળ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

સ્થાનિક તરવૈયા સહિત આહવાના જનસેવા ગ્રુપના સ્વયંસેવકો, પોલીસના જવાનો, બીલીમોરા, સુરત, અને બારડોલીના ફાયર ફાયટર ટીમના લાશ્કરોની પણ આ શોધખોળ મા મદદ લેવાઈ હતી.

ભારે જહેમતને બાદ ગત રાત્રે એટલે કે તા.૨૧/૮/૨૦૨૧ ના રાત્રીના ૧૦:૩૦ થી ૧૧ વાગ્યાના સુમારે આ યુવકની લાશ કોતરમાંથી મળી આવી હતી.

ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ આ ઘટનાને ખૂબ જ કમનસીબ ગણાવી, સમગ્ર પ્રશાસનનુ માર્ગદર્શન કર્યું હતુ.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है