મારું ગામ મારાં ન્યુઝ

ડાંગ જિલ્લામા સાતમા તબક્કાના ‘સેવા સેતુ’ કાર્યક્રમનો ઉત્સાહજનક માહોલમાં પ્રારંભ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા

કોટબા ગામે ‘યોજાયો સેવાસેતુ’ કાર્યક્રમ :

ડાંગ જિલ્લામાં કુલ ૨૬ કાર્યક્રમોનુ કરાયુ આયોજન:

ડાંગ, આહવા: રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ સાતમા તબક્કાના ‘સેવા સેતુ’ કાર્યક્રમનો ઉત્સાહજનક માહોલમાં પ્રારંભ થયો છે.

ગત તા.૨૨ મી ઓક્ટોબર, ૨૦૨૧ ના રોજ ‘નડગખાદી’ ગામેથી કલેકટર શ્રી ભાવિન પંડ્યાના હસ્તે શુભારંભ કરાયેલા ‘સેવા સેતુ’ કાર્યક્રમની શ્રુંખલાનો વધુ એક કાર્યક્ર્મ આહવા તાલુકાના ‘કોટબા’ ગામે યોજાયો હતો.

કોટબા સહિત ગોંડલવિહિર, બોરખેત, ભીસ્યા, ઘુબીટા, ધવલીદોડ, અને ધૂડા જેવા આસપાસના ગામોના ૮૦૪૨ ગ્રામજનો માટે સવારના ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી સરકારના વિવિધ ૧૩ વિભાગોની ૫૭ પ્રકારની સેવાઓ ઘર આંગણે જ ઉપલબ્ધ કરાવવામા આવી હતી.

કોટબાના ‘સેવા સેતુ’ કાર્યક્રમમા ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, પંચાયત સદસ્ય શ્રી ભરતભાઈ ભોયે, સહિત સ્થાનિક સરપંચો, પદાધિકારીઓ, ઉપરાંત ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડયા, મામલતદાર શ્રી ધવલ સંગાડા, તાલુકા વિકાસ અધિકારી શ્રી રતિલાલ ચૌધરી સહિતના અધિકારીઓ વિગરેએ ઉપસ્થિત રહી, કાર્યક્રમનો હાર્દ્દ સ્પષ્ટ કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે, તા.૨૨ ઓક્ટોબર, ૨૦૨૧ થી તા.૧લી જાન્યુઆરી, ૨૦૨૨ દરમિયાન ડાંગ જિલ્લાના આહવા તાલુકામા ૧૦, વઘઇમા ૮, અને સુબીર તાલુકામા ૮ મળી કુલ ૨૬ ‘સેવા સેતુ’ કાર્યક્રમો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘડી કાઢવામા આવ્યા છે. જેનો સંબંધિત ગામોના ગ્રામજનોને મોટાપાયે લાભ લેવાનો અનુરોધ પણ કરાયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है