મારું ગામ મારાં ન્યુઝવિશેષ મુલાકાત

જરૂરતમંદ કોટવાળીયા અને કાથુડ પરિવારોમાં અનાજની કીટનું વિતરણ કરાયું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર 

ખેરવાડા અને ભટવાડા ગામમાં જરૂરતમંદ કોટવાળીયા અને કાથુડ પરિવારોમાં અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તાપી: આજરોજ તારીખ 20/12/2020 ના દિને તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ખેરવાડા અને ભટવાડા ગામમાં તથા સાથે  વ્યારા તાલુકામાં પણ  કોટવાળીયા, કાથુડ અને જરૂરિયાતમંદ પરિવારોને Covid 19 ની પરિસ્થિતિને ધ્યાને લઈ ‘લોક પરબ’ના સંયોજક જેતસીભાઈ ગ્રામશિલ્પીના માધ્યમથી બીજલબેન જગડ, ઘાટકોપર – થાણા, દિસ્ત્રિક્ટ વિમેન ફોર ચેન્જ પ્રેસિડેન્ટ – મુંબઈ અને મૈશાબેન ગડા નાં સહયોગ દ્વારા કુલ. 70 જેટલાં જરૂરતમંદ પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, સાથે જરૂરતમંદ એવા વ્યક્તિઓના ઘરે-ઘરે જઈ અને જ્યાં તેઓ મજુરી કામાર્થે ગયા હતાં તે સ્થળે રૂબરૂ મુલાકાત લઈને  તેઓને અનાજ કીટ નું વિતરણ કરાયું આ સમગ્ર કાર્યક્રમમાં ભટવાડા ગામનાં સ્વામી વિવેકાનંદ યુવક મંડળનાં યુવાનો અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ તાપી જિલ્લાના એક્ઝ્યુકિટીવ પ્રેસીડેન્ટ જયસીંગભાઈ વસાવાના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રંસગે તમામ લાભાર્થીઓએ સહયોગી સમાજ સેવી સંસ્થાઓ, જયસીંગભાઈ વસાવા, ભટવાડા ગામનાં સ્વામી વિવેકાનંદ યુવક મંડળનાં યુવાનો અને વિતરણ કરનારા તમામ વ્યક્તિઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है