મારું ગામ મારાં ન્યુઝ

સેઝ ખાતેથી શંકાસ્પદ કેમિકલના જથ્થા તથા અન્ય મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ LCB:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી

ભરૂચ જિલ્લાનાં દહેજ સેઝ ખાતેથી શંકાસ્પદ કેમિકલ ના જથ્થા તથા અન્ય મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

પોલીસ મહાનિરિક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી ભરુચ જીલ્લામાં ગેરકાયદેસર ની પ્રવૃત્તિઓ અટકાવવા સારુ આપેલ સુચના અધારે ભરૂચ એલ.સી.બી. ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ની ટીમ દહેજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન એલ.સી.બી.ની ટીમને મળેલ ચોક્કસ બાતમી આધારે દહેજ સેઝ વિસ્તારમાં સંભેટી તરફ જવાના રોડ ઉપર આવેલ એક ગોડાઉનમાંથી બીલ કે આધાર પુરાવા વગરના ચોરી કે ગુનાહીત પ્રવૃત્તિ થી મેળવેલ હોવાનું મનાતા શંકાસ્પદ ૧૦૦૦ કી.ગ્રા. કેમિકલનો જથ્થો જેની કી.રૂ.૬૦,૦૦૦/- તથા અન્ય સાધન સામગ્રી મળી કુલ કી.રૂ. ૮૩,૫૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી દહેજ પો.સ્ટે માં કાયદેસર કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ ઇસમ :- નિલેશકુમાર ઉર્ફે લાલો વિઠ્ઠલભાઇ પ્રજાપતિ ઉ.વ.-૨૯ રહે.હાલ-૫૦૦ કવાટર્સ RDL-૦૯/૨ ,અંક્લેશ્વર GIDC મુળ રહે- ગુલાબપુરા તા-માણસા જી-ગાંધીનગર

કબજે કરવામાં આવેલ મુદ્દામાલ :- ૧૦૦૦ કી.ગ્રા. કેમિકલ કી.રૂ.૬૦,૦૦૦/- તથા પ્લાના ખાલી બેરલ નંગ-૩૦, પતરાના ખાલી બેરલ નંગ-૧૪, ઇલેકટ્રીક મોટર ૧ H.P. , ૧૦૦૦ લિટરની સફેદ પ્લા.ની ટાંકી નંગ-૦૩, પ્લા.ની ડોલ નંગ-૦૨, પ્લા.નુ મોટુ ગરાણ, સાયફન પાઇપ વાલ્વ સાથેની નંગ-૦૨, બેરલ ખોલવાનુ લોખંડનું પાનું નંગ-૦૧,પાણીની રબરની પાઇપ તથા બે મોબાઇલ ફોન મળી કુલ કી.રૂ.૮૩,૫૦૦/ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સફળ કામગીરી કરનાર ટીમ:- પો.સ.ઇ વાય.જી.ગઢવી તથા હે.કો ઇરફાન તથા પો.કો. જોગેન્દ્રદાન તથા પો.કો. કિશોરભાઇ તથા પો.કો. જયરાજભાઇ એલ.સી.બી ભરૂચનાઓ. 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है