મારું ગામ મારાં ન્યુઝ

શ્રી.મેઘપુર દુધ ઉત્પાદન સહકારી મંડળી લી.ની 43મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ,  વ્યારા  કીર્તનકુમાર 

શ્રી.મેઘપુર દુધ ઉત્પાદન સહકારી મંડળી લી.ની 43મી વાર્ષિક સાધારણ સભા શાંતિ પૂર્ણ માહોલમાં  પૂર્ણ જાહેર કરાઈ, અનેક કામોની ચર્ચા વિચારણા અને કુત્રિમ બીજદાન,  પશુ સુધારણા , પશુ સારવાર બાબતે મહત્વ ના નિર્ણયો  લેવાયાં ; 

તાપી: વર્ષ 2021-22 ની વાર્ષિક સાધારણ સભા આજરોજ મેઘપુર દૂધ ઉત્પાદન સહકારી મંડળીના નવ નિર્મિત  મકાન ખાતે યોજાઇ હતી, આજની 43મી વાર્ષિક સાધારણ સભા દેવેન્દ્રભાઈ ગામીતના અધ્યક્ષ સ્થાને મળી હતી, આજના કાર્યક્રમમાં અનેક આગેવાનો સહિત સભાસદો, પશુપાલકો ઉપસ્થિત રહ્યા, મુખ્ય મહેમાન તરીકે સુમુલ ના સુપરવાઇઝર તરીકે ગીરીશભાઈ ની પ્રેરક ઉપસ્થિતિમાં અને વ્યવસ્થાપક સમિતિનાં દરેક સભ્યશ્રીઓની હાજરીમાં આજની સાધારણ સભા યોજાઈ હતી,

સુમુલ ના સુપરવાઇઝર ગિરીશભાઈએ પોતાના પ્રસંગિક પ્રવચનમાં ઉમેર્યું હતું કે દૂધની ગુણવત્તા અને સુમુલની દાણ,  મિનરલ પાવડર નો ઉપયોગ કરવાની ભલામણ કરી હતી.
સુમુલ દાણ ખવડાવવાના ફાયદા અને તેમાંથી મળતા મિનરલ વિશે સભાસદોને માહિતગાર કર્યા હતા. દૂધની ગુણવત્તા વધારવા માટે અને સભાસદ પશુ પાલક મિત્રોને સારામાં સારો ભાવ મળી રહે માટે દુધાળા  પશુધનને મિનરલ પાવડર ખવડાવવો જોઈએ તેમ તેઓએ ઉમેર્યું હતું. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે દૂધ ઉત્પાદનમાં વધારો સભાસદ કરી શકે માટે સુમુલ અને ધી સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટીવ બેંક દ્વારા આપવામાં આવતી પશુ લોન અને વ્યાજ દરમાં છૂટછાટ વિશેની યોજનાકીય લાભો થી સભાસદોને માહિતગાર કર્યા હતા, સુમુલ દાણ ખવડાવવાના ફાયદા અને બજારમાં મળતી દાણ નો વધુ પડતો ભાવ અને કેમિકલ અને ભેળસેળ યુક્ત દાણ પશુધનના જીવન માટે લાંબા ગાળે સમય જતા નુકસાનનું કારણ બની શકે છે, પશુ સુધારણા કાર્યક્રમ અને સારવાર કેમ્પ યોજવા અને ભાનાવાડી ખાતે કાર્યરત સખી ફાર્મની મુલાકાત અને સભાસદ ભાઈ બહેનોનાં પ્રવાસ વિશે માહિતી આપી હતી.

આજની વાર્ષિક સાધરણ સભામાં મંત્રી ઈશ્વરભાઈ ગામીતે ગત સભાનો અહેવાલ અને નાણાકીય વર્ષ નુ આવક – જાવક, નફા-નુકસાનનું સરવૈયું આજની સભા સમક્ષ વાંચી સંભળાવ્યું હતું અને સભાસદોને અનેક જાતના સવાલોના જવાબ આપ્યા હતા. જેથી વાર્ષિક રૂપિયા 35736441/- ટર્નઓવર ધરાવતી મેઘપૂર દૂધ ઉત્પાદન સહકારી મંડળી લિ. માં પારદર્શક વહીવટ બની રહે તે માટે કોઇપણ સભાસદ પોતાનો હિસાબ ચેક કરવા અગાઉ થી પ્રમૂખ અને મંત્રી ને મળી સમય લઈ શકે છે. આખરે મંડળીમાં નવા સભાસદ દાખલ કરવા અને આવનાર મંડળી સ્થાપનાના ૫૦ વર્ષની ભવ્ય અને યાદગાર રીતે ઉજવણી કરી શકાય અને દરેક સભાસદ ને સારુ અને વધુ વળતર આપી શકાય તેવું સુચારુ આયોજન કરવા માટે નાં સલાહ સૂચનો પ્રમુખ દિનેશભાઇ ગામીત અને સુનિલભાઈ દ્વારા આપવામાં આવ્યાં હતાં,

આજનાં કાર્યકમમાં ગામનાં અનેક ગામનાં આગેવાનો સહિત સભાસદો,પશુ પાલકો મોટી સંખ્યામાં ભાઈ બહેનોઅને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है