મારું ગામ મારાં ન્યુઝ

વ્યારા નગરપાલિકા બજાર વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું:

શ્રોત ગ્રામીણ ટુડે ન્યુઝ તાપી કીર્તનકુમાર 

વ્યારા નગરપાલિકા બજાર વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું;

કોવિડ -૧૯ નિયમોનું પાલન ન કરનારા વિરુધ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી: 

વ્યારા-તાપી: ગુજરાત રાજ્યમાં કોવિડ-૧૯ના સંક્રમણની વર્તમાન પરિસ્થીને ધ્યાને લેતા સરકારની માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે. તાપી જિલ્લામાં આ નિયમોનું કડક પાલન થાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અવારનવાર જાહેર અપીલ કરવામાં આવે છે. આ બાબતોને ગંભીરતાથી ન લેનારાઓ તથા કોવિડ -૧૯ નિયમોનું પાલન ન કરતા દુકાનદાર, ઈસમોનું વ્યારા નગરપાલિકા બજાર વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં માસ્ક ન પહેર્યું હોય, સામાજિક અંતર ન જાળવ્યું હોય, દુકાનોમાં સેનીટાઇઝર ન રાખ્યું હોય તેવા કોવિડ -૧૯ નિયમોનું પાલન ન કરતા દુકાનદારો તથા જાહેર નાગરિકો વિરૂદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. વ્યારા મામલતદાર બી.બી.ભાવસારના જણાવ્યાનુસાર, તારીખ ૮ અને ૯ એપ્રિલ દરમિયાન વ્યારા પોલિસ દ્વારા માસ્ક ન પહેરનારા નાગરિકો પાસેથી કુલ – ૨૭ હજાર રૂપિયાનો ડંડ વસુલ કરાયો છે. તથા આઇપીસીની કલમ ૧૮૮ હેઠળ ૨૩ કેસો નોધવામાં આવ્યા છે. આ ઉપરાંત નગરપાલિકાના વિસ્તારમાં કોવિડ -૧૯ નિયમોનું પાલન ન કરતા દુકાનદારો પાસેથી કુલ-૨૬૦૦ રૂપિયાનો ડંડ વસુલ કરવામાં આવ્યો છે. આ કામગીરી વ્યારા મામલતદાર, પોલીસ ઇન્સ્પેકટર-વ્યારા નગરપાલિકાના કર્મચારીઓની આગેવાની હેઠળ સંયુક્ત રીતે કરવામાં આવી હતી. 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है