મારું ગામ મારાં ન્યુઝ

વ્યારા ખાતે “આઝાદી કા અમૃત” મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

વ્યારા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી માનનીય મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાનાં અધ્યક્ષપણે કરાઈ:

પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સહિત અઝાદીના લડવૈયાઓના આદર્શ જીવન મૂલ્યોને આજની યુવાપેઢી અપનાવે: – મંત્રી ગણપતસિંહ વસાવા

ઐતિહાસિક અવસરને રાષ્ટ્ર ચેતનાસભર બનાવવા અનુરોધ કરતા આદિજાતિ વિકાસ મંત્રી:

વ્યારા: તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે આજરોજ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી રાજ્યના આદિજાતિ વિકાસ,વન અને પર્યાવરણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ પ્રસંગે તાપી કલેકટરશ્રી આર.જે.હાલાણી જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા સિંઘ,નાયબ વન સંરક્ષક શ્રી આનંદકુમાર,નરમદ યુનિવર્સિટીના સીન્ડીકેટ મેમ્બર ડો.જયરામભાઈ ગામીત સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને દીપપ્રાગટ્ય સાથે ખુલ્લો મુકતા આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે આ ઐતિહાસિક અવસરને રાષ્ટ્રચેતના સભર ઉત્સવ બનાવવાના આયોજનને વેગવંતો બનાવવા આજની યુવા પેઢીને અનુરોધ કર્યો હતો. આપણા લોકલાડિલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવની દેશવ્યાપી ઉજવણી થઇ રહી છે ત્યારે આપણાં દેશની આઝાદી માટે પ્રાણની આહુતી આપનાર વીર શહિદોને કોટી કોટી વંદન.મંત્રીશ્રીએ જણાવ્યુ કે, આઝાદીની લડાઈમાં આદિવાસી સમાજે આપેલ યોગદાનને યાદ કરી આદિવાસી સમાજના શહીદોને આ પ્રસંગે શ્રધ્ધા સુમન અરપણ કર્યા હતા. તેમણે આદિવાસી સમાજના વિકાસ માટે રાજ્ય સરકાર કટીબધ્ધ હોવાનું પણ જણાવ્યું હતુ..
દેશભક્તિના અવસરની ઉજવણી પ્રસંગે વધુમાં મંત્રીશ્રી વસાવાએ જણાવ્યું કે, પૂજ્ય ગાંધી બાપુએ આજના દિવસે એટલે તા.૧૨ માર્ચ-૧૯૩૦ ના રોજ અમદાવાદથી દાંડીયાત્રા શરૂ કરી દાંડી પહોંચી મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. આપણને આઝાદી મળી તેના ૭૫ માં વર્ષમાં પ્રવેશ થયો છે ત્યારે આજે આપણી ગુજરાતની ધરતીના સપૂત અને લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના આંગણે અમદાવાદ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. તેમણે કહ્યું કે, આપણા દેશની મહામૂલી આઝાદી માટે અનેક સ્વાતંત્ર્ય વીરો, પૂજ્ય મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, સહિતના નેતાઓએ ખુબ સંઘર્ષ કરી આઝાદી અપાવી છે તે તમામને વંદન કરી શ્રધ્ધાસુમન અર્પણ કરૂ છું. આ પ્રસંગે મંત્રીશ્રીએ નામી-અનામી સપૂતોના આદર્શ જીવન મૂલ્યો અપનાવવા આજની યુવાપેઢી ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
આ અગાઉ કલેકટર આર.જે.હાલાણીએ સયાજી મેદાન ખાતેથી સાયકલ/બાઈક રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ સૌ મહાનુભાવોને આવકારતા જણાવ્યું હતું કે વેડછીની પાવન ધરા ને કર્મભૂમિ બનાવનાર પૂ.મહાત્મા ગાંધીના અંત્યજન જુગતરામભાઈ દવે, કસ્તુરબા ગાંધીને શિક્ષણ આપનાર દશરીબેન ચૌધરીને આજે આપણે સૌ યાદ કરીએ છીએ. આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ને જનભાગીદારીથી સફળ બનાવવા માટે સૌને હાકલ કરી હતી. આ પ્રસંગે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,વ્યારાના પ્રા.મેરૂભાઈ વાઢેરે મહામાનવ મહાત્મા ગાંધી વિષય ઉપર પ્રેરક ઉદ્બોધન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આત્મનિર્ભર ભારતને સાર્થક કરતાં સ્વદેશી બનાવટનીચીજ વસ્તુઓના વિવિધ સ્ટોલનું પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે વડાપ્રધાનશ્રી નરેંદ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમનું ઓનલાઈન સીધુ પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતુ. કાર્યક્રમમાં વ્યારા પ્રાંત અધિકારી હિતેષ જોષી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી.ગામીત, જિ.પ્રા.શિક્ષણાધિકારી જયેશ ચૌધરી, ચીફ ઓફિસર શૈલેષ પટેલ, કુલીનભાઈ પ્રધાન સહિત વ્યારા નગરજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપાણ કરાયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है