બ્રેકીંગ ન્યુઝમારું ગામ મારાં ન્યુઝ

વાંસદા તાલુકાની સરહદે આવેલ બિલમોડા ચેકપોસ્ટ પર વિદેશી દારૂનાં જથ્થા સાથે આઈશર ટેમ્પો જપ્ત કરાયો.

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા  કમલેશ ગાંવિત 

નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાના ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલ બિલમોડા ચેક પોસ્ટ પર વિદેશી દારૂનાં જથ્થા સાથે આઈશર ટેમ્પો વાંસદા પોલીસ દ્વારા જપ્ત કરાયો.

પ્રાપ્ત માહિતી અનુસાર વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં ગુજરાત તથા મહારાષ્ટ્ર બોર્ડર પર બિલમોડા ગામે કાર્યરત ચેક પોસ્ટ પર લાખોનો વિદેશી દારૂ  વાંસદા પોલીસે ઝડપી પાડ્યો:

નવસારીના જીલ્લામાં પ્રોહીબીશન પ્રવૃતિઓ અટકાવવા માટે મે. જિલ્લા પોલીસ અધિકક્ષકની ગાઈડલાઈન મુજબનું ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલ બિલમોડા ચેક પોસ્ટ પર પોતાની ફરજો મુજબ પોલીસ, જી.આર.ડી.નાં સભ્યો હાજર હતા, તમામ  આવતા જતાં વાહનો નું ચેકીંગ કરાતુ હતું તે દરમ્યાન મહારાષ્ટ્ર તરફથી આવેલ આઇશર ટેમ્પોને ચેક કરતાં તેમાંથી શાકભાજી ભરવાના બોક્ષ અને વગર પરમીટનો વિદેશી બનાવટનો દારૂ ની નાની મોટી બાટલીઓ, બિયરનાં ટીન, 6828 નંગ બાટલીઓ મળી કૂલ રૂપિયા. 9.74.400/- નો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો,  પકડી પાડેલ આઇસર ટેમ્પો નંબર MH-48 BM 4368 અને અનેક મુદામાલ સહીત કુલ રૂપિયા 16.75.360/-નો વાંસદા પોલીસ દ્વારા કરવામાં આવ્યો કબજે, વધુમાં મુદામાલ મૂકીને નાસી ગયેલ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતાં, અને આ બાબતે આગળની કાર્યવાહી વાંસદા પોલીસ સ્ટેશનનાં સિનીયર પી.એસ. આઇ. વિરેન્દ્રસિંહ વાઘેલા દ્વારા આગળની કાર્યવાહી અને સદર ગુનાની તપાસ હાથ ધરાઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है