મારું ગામ મારાં ન્યુઝ

રાજ્યધોરી માર્ગ પર GIPCLના યાર્ડમાં જતાં અકસ્માત નડ્યો યુવતીનું સારવાર દરમિયાન મરણ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, કરુણેશ ચૌધરી 

મોસાલી થી કનવાડા જતાં રાજ્યધોરી માર્ગ પર GIPCL ના યાર્ડમાં જતાં માર્ગથી ૫૦૦ મીટર દૂર ગાડી ચલાવનાર યુવતીએ સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતાં અકસ્માત નડ્યો હતો: યુવતીનું સારવાર દરમિયાન મરણ થતાં શોક ની કલીમા:  

સુરત; માંગરોળ: મોસાલીથી કનવાડા જતાં રાજ્યધોરી માર્ગ ઉપર મોસાલી ચારરસ્તા થી એક કિલોમીટર અને આ માર્ગ પર આવેલ GIPCL ના લિગ્નાઇટ યાર્ડમાં જતાં માર્ગથી ૫૦૦ મીટર દૂર, કનવાડાથી મોસાલી ચારરસ્તા તરફ આવી રહેલી ગાડી નંબર જીજે-૧૯-એએ-૯૨૩૦ ની ચાલક યુવતી નામે આફીન સાજીદ પઠાણ, ઉંમર આશરે વીસ વર્ષ, રહેવાસી બાવાગોરનો ટેકરો,માંડવી,જિલ્લો સુરતની એ ગાડીના સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતાં આ ગાડીએ બે ત્રણ પલ્ટી ખાઈ માર્ગની બાજુનું ગટરમાં ગાડી પલ્ટી ખાઈને પડી હતી. આ બનાવ ગઈકાલે તારીખ ૨૨ મી ઓક્ટોબરનાં રાત્રીનાં સમયે આ માર્ગ પરથી ઉપરોક્ત ગાડી લઈ ઉપરોક્ત યુવતી પસાર થઈ રહી હતી, તે દરમિયાન ચાલક યુવતીએ ગફલતભરી રીતે ગાડી હકારી સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતાં આ ગાડી પલ્ટી ખાઈ માર્ગની બાજુમાં ગટરમાં પડી હતી. જેથી ચાલક યુવતીને સામેના ભાગે તથા શરીરે અન્ય ગંભીર ઇજાઓ થતાં, આ સમયે આ માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓ એ ૧૦૮ ને જાણ કરી, આ યુવતીને ગાડીમાંથી બહાર કાઢી, પ્રથમ માંગરોળ, સરકારી રેફરેલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાય હતી. ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર આપી હતી. આ બનાવની જાણ માંગરોળ પોલીસને કરાતા પોલીસ ઘટનાં સ્થળે પોહચી હતી.પરંતુ યુવતીને સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, એવી માહિતી સ્થળ ઉપરથી મળતાં પોલીસ સરકારી હોસ્પિટલ ખાતે પોહચી હતી. ત્યાંથી યુવતી પાસેથી પ્રાથમિક માહિતી મેળવી, આ યુવતી માંડવીની હોય એનાં પરિવારજનોને જાણ કરતાં પરિવારજનો માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે પરિવારજનો યુવતીને નજીકની તડકેશ્વર ખાતે આવેલી શિફા હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં યુવતીનું મોત થતાં આ બનાવ માંગરોળ પોલીસ મથકની હદમાં બન્યો હોય, માંગરોળ પોલીસ મથકનાં PSI પરેશ. એચ. નાયીએ તડકેશ્વર શિફા હોસ્પિટલ ખાતે જઈ લાશનો કબજો મેળવી, લાશનું માંગરોળ સરકારી રેફરેલ હોસ્પિટલ ખાતે પી એમ કરાવ્યું હતું. આ બનાવ પ્રશ્ને સાજીદખાન ફરીદખાન પઠાણે માંગરોળ પોલીસ મથક ખાતે ફરિયાદ આપતાં પોલીસે FIR દાખલ કરી, વધુ તપાસ પી.એસ.આઈ પરેશ એચ. નાયી ચલાવી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है