દક્ષિણ ગુજરાતમારું ગામ મારાં ન્યુઝ

રાજપીપળાના આદર્શ નિવાસી શાળા પાસે તોફાને ચઢેલા આંખલા અને ગાય દ્વારા મોટરસાયકલ ચાલકને અડફેટે લેતા યુવકનુ મોત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

રાજપીપળા: ટ્રાફિકથી ખીચોખીચ રહેતા શહેરના સ્ટેશન રોડ, સંતોષ ચાર રસ્તા તેમજ કલેકટર કચેરીથી કાળીયાભૂત વચ્ચે માલિકો દ્વારા રોડ ઉપર રેઢા મૂકી દેવાયેલા ઢોરોના ટોળાઓના ભારે ત્રાસે માઝા મૂકી છે,

રાજપીપળા ગાયત્રી મંદિર પાસે તિલકવાડા તાલુકાના એક 45 વર્ષ ની ઉંમરના ઈસમનુ ભેંસ શાથે અથડાઈ જતાં મૌતની શાહી સુકાઇ તે પહેલાં રખડતાં પશુએ બિજો ભોગ લીધો: તંત્ર બન્યું મુક દર્શક! રાજપીપળાના આદર્શ નિવાસી શાળા પાસે તોફાને ચઢેલા આંખલા અને ગાય દ્વારા મોટરસાયકલ ચાલકને અડફેટે લેતા અશાસ્પદ યુવકનુ મોત:

રાજપીપળા નગરપાલિકા હદ વિસ્તારમા રખડતાં આખલા, નધણીયાતી ગાયો, હડકાયેલા કુતરાંઓનો ભારે ત્રાસ છે, રસ્તા વચ્ચે અડીંગો જમાવી બેસી જતી નધણીયાતી ગાયો, અને ભુંરાટા બનીને તોફાને ચઢતાં બેકાબૂ આખલાઓના કારણે વારંવાર રાહદારીઓ અને વાહન ચાલકો ભોગ બનતાં હોય છે, એ પૈકી માત્ર જુજ બનાવો પોલીસ ચોપડે નોંધાતા હોય છે.

ગત તા 18 ઓકટોબર ના રોજ ફુલવાડી ગામના વતની રણજીતભાઈ ગોપાલભાઈ તડવી ઉ.વ 24નાઓ પોતાનુ કામ આટોપી સાંજના સમયે પોતાના ગામ ફુલવાડી તરફ જઈ રહ્યાં હતાં તે સમયે વડીયા જકાત નાકાની આગળ આદર્શ નિવાસી શાળા પાસે પોતાની સાઈડેથી મોટરસાઈકલ લઈ ને પસાર થઈ રહ્યાં હતા તે સમયે અચાનક ગાય અને આખલો ધિંગાણું મચાવતા મુખ્ય હાઈવે ઉપર ધસી આવી મોટરસાઈકલ ચાલક રણજીતભાઈને અડફેટે ચડાવી ચાલુ મોટરસાઈકલ ઉપરથી ફેંકી દીધા હતા, રોડ ઉપર પટકાયેલા ચાલકને માથા સહીત શરીરના અન્ય ભાગો ઉપર થયેલી ઈજા જીવલેણ પુરવાર થઈ હતી, અને સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત આશાસ્પદ યુવાનનુ કરુણ મૌત નીપજ્યું હતું.

છેલ્લા ઘણાં સમયથી ટ્રાફીકથી ખીચોખીચ રહેતાં શહેરના સ્ટેશન રોડ, સંતોષ ચાર રસ્તા, તેમજ કલેકટર કચેરીથી કાળીયાભુત વચ્ચે ગાયોના માલીકો દ્વારા રોડ ઉપર રેઢા મુકી દેવાયેલા ઢોરોના ટોળાંઓનો ભારે ત્રાસે રાહદારીઓના માથાનો દુખાવો વધાર્યો  છે. રાજપીપળા નગરપાલિકાની ઘોર બેદરકારી, નિષ્ક્રિયતા અને વહીવટી નિષ્ફળતાના પાપે રાહદારીઓ અને વાહન ચાલકો ભોગ બનતાં હોય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है