મારું ગામ મારાં ન્યુઝ

મહીલાઓની સુરક્ષા અને સશક્તિકરણની દિશામાં ગુજરાત શ્રેષ્ઠ ગુણવત્તાનું આદર્શ રાજ્ય:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે 181 અભ્યમ્ મહિલા હેલ્પ લાઇન તાપી જિલ્લાની મહિલાઓની સાચી સહેલી: 

મહીલાઓની સુરક્ષા અને સશક્તિકરણની દિશામાં ગુજરાત શ્રેષ્ઠ ગુણવત્તાનું આદર્શ રાજ્ય:

181 અભ્યમ્ મહિલા હેલ્પલાઇન મુઝવણ અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં એક સ્વજનની જેમ પિડીતાને મદદ અને માર્ગદર્શન આપી રહ્યા છે.

 વ્યારા-તાપી:  ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવેલ છે મહિલાઓને ઘરેલું હિંસાથી બચાવવા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમા તાત્કાલીક ધોરણે બચાવ, મદદ અને સલાહ ઉપરાંત સરકારશ્રીની મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ ૨૦૧૫ને આંતરરાષ્ટ્રીય મહીલા દીવસના રોજ રાજ્યવ્યાપી 181 અભ્યમ્ મહિલા હેલ્પલાઈનની શરૂઆત કરવામાં આવી હતી.

અભ્યમ્ મહિલા હેલ્પલાઇનની ખાસ વિશેષતાઓ એ છે કે, મહીલાઓ સામે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુવ્યવહાર કે છેડતી જેવી ધટના સમયે તાત્કાલિક બચાવ અને સલાહ, સુચનની કામગીરી હાથ ધરી મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાને તાત્કાલિક મદદરૂપ બને છે. 108ની સેવા તેમજ ટેકનોલોજીનો ઉપયોગ કરી 24*7 કલાક સેવાઓ આપતી હેલ્પલાઇન કાર્યરત કરેલ છે, પિડીત મહિલાને ટૂંકા અને લાંબા ગાળાનું કાઉન્સિલગ અને માગૅદશૅન પણ પૂરું પાડે છે. આ હેલ્પલાઇન 24*7વિના મૂલ્યે કાર્યરત છે.

વર્ષ 2015 થી 2021 દરમિયાન ગુજરાતમાં 9,76,000 જેટલા જરૂરિયાતમંદ મહીલાઓએ સર્વિસ કોલ કર્યાં હતાં જેમા અતિ ગંભીર ઘટનાઓ અને કટોકટી સમયે બે લાખ જેટલા કિસ્સામાં સ્થળ પર પહોચી રેસક્યું હાથ ધરવામાં આવ્યું હતું. અન્ય કીસ્સામાં જરૂરિયાત મુજબ પારિવારિક સમાધાન અથવા સરકારશ્રીની અન્ય એજન્સીઓમા આશ્રય માટે કે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 વર્ષ 2021 દરમિયાન તાપી જિલ્લામાંથી ૨૨૩૯ સર્વિસ કોલ મળેલ હતાં ૭૩૩ કિસ્સામાં અભયમ રેસ્કયું ટીમ તાત્કાલીક સ્થળ પર પહોંચી પીડિત મહિલાનો બચાવ અને મદદ પહોચાડવામાં આવી હતી.૫૧૬ કેસો મા અસરકારક કાઉન્સિલગ થી સમાધાન કરી પારિવારિક શાંતિ સ્થાપવામાં આવી હતી. આ ઉપરાંત ઘરેલું હિંસાના ૧૨૦૬, લગ્નજીવનના વિખવાદ ૧૧, ખોવાયેલા- ભૂલા પડેલા ૧૧, માનસિક શારિરીક હેરાનગતિમા ૨૮૫, બીનજરૂરી કોલ મેસેજ થી હેરાનગતિમા ૨૨, અને કામના સ્થળે જાતિય સતામણીના ૨ , આત્મહત્યાના વિચારોથી મુક્તિના ૦૫ કેસો સફળતાપૂર્વક હલ કરવામાં આવ્યા હતાં. આ માટે ગુજરાતની મહીલાઓ આજે 181 અભયમ મહિલા હેલ્પલાઇન એક સાચી સાહેલી બની રહી છે.

 આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ગુજરાતની જનતાને શુભેચ્છા પાઠવતાં શ્રી જશવંત પ્રજાપતિ, ચીફ ઓપરેટિંગ ઓફિસર એ જણાવ્યુ હતુ કે, 181 અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણમાં ખુબ અગત્યની સેવા તરીકે સાબિત થઇ છે આ ઇમરજન્સી સેવા થકી કટોકટીની પળોમાં તાત્કાલીક પ્રતિસાદ આપી મુઝવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્વજનની જેમ સાથે રહી પિડીત મહીલાઓને મદદ,માર્ગદર્શન આપી રહી છે. જેના થકી ગુજરાતની મહિલાઓમા અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કરી રહ્યા છે. આજના પ્રસંગે ગુજરાત સરકારનો આભાર માનતા 24*7કાર્યરત રહેતી 181 અભયમ મહિલા હેલપલાઇન ટીમની સરહના કરતા જણાવ્યુ કે, સમગ્ર દેશમા એક અભિનવ હેલ્પલાઇન તરીકે પ્રસ્થાપિત થઇ ચૂકી છે જેને દિવસે દિવસે બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. મહીલાઓની સુરક્ષા અને સશક્તિકરણની દિશામાં ગુજરાતે શ્રેષ્ઠ ગુણવત્તાનું આદર્શ રાજ્ય બનવા પામેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है