મારું ગામ મારાં ન્યુઝ

મહિલા સશક્તિકરણનાં ભાગરૂપ તિલકવાડા ગ્રામ પંચાયતમાં સિવણ ક્લાસમાં ૫૦ મહિલાઓએ મેળવી તાલીમ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા,  સર્જનકુમાર 

મહિલા સશક્તિકરણનાં ભાગરૂપ તિલકવાડા ગ્રામ પંચાયતમાં ચાલતાં  સિવણ ક્લાસમાં ૫૦ આદિજાતિ મહિલાઓએ મેળવી તાલીમ, જેનાં ભાગરૂપ આજે પ્રમાણપત્ર,સાધનો કરાયા એનાયત:  

આજરોજ તિલકવાડા તાલુકામા ગત  પાછલાં  મહિનાથી તિલકવાડા ગ્રામ પંચાયતમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેમકે પ્રાયોજના વહીવટદાર વિભાગ દ્વારા વનબંધુ કલ્યાણ યોજના ના ભાગરૂપ  તિલકવાડા ગ્રામ પંચાયતની 50 મહિલાઓને છેલ્લા બે મહિનાથી સીવણ ક્લાસની તાલીમ આપવામાં આવી હતી.

 આજરોજ આ તમામ મહિલાઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા તેમજ આવનારા દિવસોમાં આ તમામ મહિલાઓ પોતાના પગ પર ઉભા રહી અને આ સરકારશ્રીની સીવણ ક્લાસ ની તાલીમ દ્વારા સ્વરોજગારી મેળવી અને પોતાના પરિવારનું જીવન ગુજરાત ચલાવી શકે અને તેઓ પોતે પગભર થાય એવી શુભેચ્છાઓ પાઠવી અને આ તમામ 50 મહિલાઓએ છેલ્લા બે મહિનામાં ખૂબ જ વિવિધ પ્રકારના કાપડો માંથી ડ્રેસો, માસ્ક તેમજ મહિલાઓ અને બાળકોના કપડાઓ બનાવ્યા એ બદલ આ તમામ આદિવાસી મહિલાઓનું ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો અને આવી જ રીતે સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લઇ આવનારા સમયમાં આ તમામ મહિલાઓ પોતાના પગભર સ્વનિર્ભર ઉભા રહે અને પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવે તેવી સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોન પ્રમુખ નિરંજનભાઈ વસાવા, તિલકવાડા તાલુકા પ્રમુખ અરુણભાઈ તડવી, તિલકવાડા તાલુકા મામલતદાર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી સાહેબ,  શ્રી પ્રગતિ મહિલા મંડળ પ્રમુખ જ્યોતિબેન, તિલકવાડા ગ્રામ પંચાયતમાં સીવણ ક્લાસની તાલીમમા સેવા આપનાર સાચલાબેન આ તમામ શ્રીઓને  આવનાર દિવસોમાં આ તમામ મહિલાઓ ઉત્તરોઉત્તર પ્રગતિ કરે  સ્વનિર્ભર બને એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है