મારું ગામ મારાં ન્યુઝ

મહિલા દિવસના ઉપલક્ષ્યમા આહવાની નર્સિંગ કોલેજ ખાતે યોજાયો કાર્યક્રમ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

મહિલા દિવસના ઉપલક્ષ્યમા આહવાની નર્સિંગ કોલેજ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આહવા: તા: ૧૬: ડાંગ જિલ્લાની જનરલ નર્સિંગ કોલેજ-આહવા ખાતે તાજેતરમા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત એક દિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટ શ્રી એન.કે.ડામોરે મહિલાઓના રક્ષણ બાબતે વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પડ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણીયાએ કીશોરીઓને પ્રવર્તમાન સમયમાં દિકરીઓના ઘટી રહેલા જન્મદર બાબતે સરકાર પણ ચિંતિત છે. ત્યારે વ્હાલી દિકરી યોજના જેવી વિવિધ યોજનાઓનો આશય દિકરીઓનું પ્રમાણ વધે તે છે તેમ વિસ્તૃત માર્ગદર્શન આપતા જણાવ્યું હતું. આ વેળા નાયબ પોલીસ અધીક્ષક શ્રી ગામીત દ્વારા મહિલા લક્ષી ચાલતા વિવિધ સેન્ટરો વિશે માહિતી આપી તથા મહિલાલક્ષી ઉપયોગી કાયદાકીય માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

કાર્યક્રમ અંતર્ગત માનનીય કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે વ્હાલી દિકરી યૌજનાં ના લાભાર્થીઓને કંકુ ચોખાથી દીકરીનું વધામણું કરી પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. દહેજ પ્રતિબંધક અધિકારી દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમન – ૨૦૦પ અર્તગત વિસ્તુત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પોલીસ સ્ટેશન બેઈઝડ સ્પોર્ટ સેન્ટર, ૧૮૧ મહિલા અભયમની ટીમ, સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા શક્તિ કેન્દ્ર ના બહેનો વિગેરે એ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જિ. એમ. ચૌધરી, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી એસ. ડી. સોરઠિયા, મહિલા પોલીસ સ્ટેશનના મહિલા PSI. કે. આર. ગામીત, એલ.સી.બી ના PSI. મકવાણા વિગેરે એ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है