
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત ફતેહ બેલીમ
મઢી બેડી ફળિયા રોડ ગણવંતી નદી ઉપર રૂ.૨૯૩ લાખ ના ખર્ચે નિર્માણ થયેલ મેજર લેવલ બ્રીજ ખુલ્લો મુકાયો :
ઉનાઈ, બુહારી, મઢી, માંડવી, ઝંખવાવરોડ ગણવંતી નદી ઉપર રૂ. ૬૬લાખ ના ખર્ચે નિર્માણ થયેલ હાઈ લેવલ બ્રીજ જાહેર અવર જવર માટે ખુલ્લો મુકાયો :
બારડોલીના ઉનાઈ બારી મઢી ઝખવાવ રોડ ગણુવતી નદી પર નવા નિર્માણ પામેલા બીજ ને ધારાસભ્ય મોહનભાઈ ડી. ઢોડિયા, ધારાસભ્ય ઈશ્વરભાઈ આર.પરમાર, બારડોલી દ્વારા જાહેર અવર જવર માટે ખુલ્લો મુકાયો હતો. જ્યારે ઉનાઈ બુહારી મઢી માંડવી, ઝંખવાવરોડ ગણવંતી નદી ઉપર રૂ. ૬૦લાખ ના ખર્ચે નિર્માણ થયેલ હાઈ લેવલ બ્રીજ નું લોકાર્પણ પણ ધારાસભ્ય મોહન ભાઈ ઢોડીયા ના શુભ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. અહીં એક જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉંમટી પડ્યા હતા.
બારડોલી તાલુકા ના મઢી બેડી ફળિયા રોડ ગુણવંતી નદી ઉપર રૂ.૨૯૩ લાખ ના ખર્ચે નિર્માણ થયેલ મેજર લેવલ બ્રીજ નું ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના શુભ હસ્તે ઉદઘાટન કરાયું :
ત્યાર બાદ ધારાસભ્ય શ્રી ઇશ્વરભાઇ પરમાર સાથે સ્કૂટર ઉપર સવાર થઇ બ્રીજ પસાર કર્યો આ ઉપરાંત બોરિયા હળપતિ વિસ્તાર માં આવાસ બાંધકામ, રૂ. ૧૪.૫૯ લાખ ના ખર્ચે મહુવા બ્રાહ્મણ ફળિયા માં પુરરક્ષણ માટે બાંધકામ, રૂ.૧૯.૨૦ લાખ ના ખર્ચે દેદવાસણ ગામે વોટર કંઝરવેશન સ્ટ્રકચકર વર્ક, વાઘેસ્વર ગામે પુર રક્ષણ માટે રૂ. ૧૪.૬૦ લાખ, દેદ વાસણ ગામે રૂ. ૭.૮૦ લાખ ના ખર્ચે, કેઢયા ગામે રૂ.૧૫લાખ ના ખર્ચે લિફ્ટ ઇરીગેશન સ્કીમ, માછીસાદડા ગામે રૂ.૧૨.૨૦ લાખ ના ખર્ચે ચેકડેમ કમ કોઝવે ના કામ ના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, જીલ્લા પંચાયત સભ્યશ્રી તાલુકા પંચાયત સભ્યશ્રી, સરપંચ શ્રી, આગેવાનો અને મોટી સંખ્યા માં નાગરિકો હાજર રહ્યા હતા.