મારું ગામ મારાં ન્યુઝ

 નર્મદા જિલ્લામાં પોલીયો રસીકરણ અભિયાન હેઠળ આરોગ્યકર્મીઓ દ્વારા ભૂલકાંઓને પોલીયોના ટીપાં પીવડાવાયા: ૯૫.૭૮ ટકા સિધ્ધિ હાંસલ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

– બાકી રહેલ બાળકોને હાઉસ-ટુ-હાઉસ કામગીરીમાં પોલીયોના ટીપા પીવડાવવાની થઇ રહેલી કામગીરી

રાજપીપલા: પ્રતિવર્ષ ની જેમ ચાલુ વર્ષે પણ પોલિયો રસીકરણ અભિયાન-૨૦૨૧ અંતર્ગત બાળકો પોલીયોથી મુક્ત રહે તે માટે ગઇકાલે નર્મદા જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ૦ થી ૫ વર્ષની વયના બાળકોને સમગ્ર જિલ્લામાં ૩૭૬ જેટલાં પોલીયોના બુથો મારફત પોલીયોના ટીપા પીવડાવવામાં આવ્યાં હતા.

અત્રે એ ઉલ્લેખનિય છે કે, ૦ થી ૫ વર્ષની વયના જિલ્લામાં કુલ ૪૯,૭૨૩ ના લક્ષ્યાંક સામે ૪૭,૬૨૪ બાળકોને (૯૫.૭૮ ટકા) પોલીયો રસીકરણ કરવામાં આવ્યું છે, જેમાં ૩ ટ્રાન્ઝિટ પોઈન્ટ, ૨ મેળાની જગ્યા, મોબાઈલ ટીમ-૧૨ તેમજ ૩૭૬ બુથ સહિત જિલ્લાના કુલ ૧૬૯૪ આરોગ્યકર્મીઓ દ્વારા પોલિયોની રસી પીવડાવાઇ હતી. તેની સાથોસાથ બાકી રહેલ બાળકોને તા.૦૧ લી અને ૨ જી ફેબ્રુઆરીના રોજ આરોગ્યકર્મીઓ દ્વારા હાથ ધરાયેલી હાઉસ-ટુ-હાઉસ કામગીરીમાં આવરી લઇ આવા બાળકોને રસી પીવડાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી.

ઉક્ત પલ્સ પોલિયોના અભિયાનમાં સરકારશ્રીની કોવિડ-૧૯ ની માર્ગદર્શિકા મુજબ પોલીયો રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, આ રસીકરણ અભિયાનમાં આરોગ્ય વિભાગના કર્મીઓ,આશા બહેનો,આંગણવાડી બહેનો ઉપસ્થિત રહીને ભુલકાઓને પોલયોના ૨ ટીપા પીવડાવ્યા. 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है