મારું ગામ મારાં ન્યુઝ

નર્મદા જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત વાસ્મોની સર્વેની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

નર્મદા જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત વાસ્મોની સર્વેની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ:

નર્મદા જિલ્લામાં નલ સે જલ યોજનાની કામગીરી પર અગાઉ સવાલો ઉભા થયા બાદ હવે નર્મદામાં “નલ સે જલ” યોજના અંતર્ગત વાસ્મોની સર્વેની કામગીરીમાં યુનીટ મેનેજર પર ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગ્યો છે.

નર્મદા જિલ્લાના જાગૃત નાગરિક ગોપાલ.ડી.વસાવાએ ગુજરાતનાં મુખ્યંમંત્રી ભુપેન્દ્ર પટેલને આક્ષેપ સાથે કરેલી લેખિત રજૂઆત મુજબ નર્મદા જીલ્લાનાં ગ્રામીણ વિસ્તારમાં જુદા-જુદા ગામની આંતરીક ગ્રામ્ય પાણી પુરવઠા યોજના માટે સંશોધન અને તાંત્રિક સર્વેની કામગીરી જોધપુરની સિધ્ધુ સર્વે સર્વિસને અંદાજીત 37 કરોડના 3.07 ટકા ભાવે આપવામાં આવી હતી. પરંતુ યુનીટ મેનેજર દ્વારા ઓફિસની કામગીરી પડતી મૂકી સર્વે કામગીરી જાતે કરી છે, સર્વેની કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે.

વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોઈ પણ ગામમાં રૂબરૂ ગયા વગર જાતે જ ઓફીસમાં બેસીને પહેલાનાં સર્વે -ડેટા તૈયાર કરવામાં આવેલ હતા, તેના પરથી જ આડેધડ અંદાજા બનાવ્યા છે, અને એનું ચુકવણું કોઈને પણ જાણ વગર એજન્સીને ચુકવી દેવામાં આવ્યું છે. હાલ નર્મદાના ઘણા ગામોમાં અધુરા સર્વેની કામગીરી જોવા મળી છે. ગામમાં સરખા ડ્રોઇંગ, પ્રોપર ડીઝાઇન, એસ્ટીમેંટ પણ ખોટા બનાવ્યા છે. કોઇના દ્વારા કોઇ પણ દસ્તાવેજ જમા કરાવાયા નથી કે ઓફીસમાં ઈનવર્ડ પણ પાડવામાં આવેલ નથી. સરકારના પૈસે ઓફીસના તમામ સાધનોનો ઉપયોગ કરી કોઇને ખબર ના પડે તેમ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયો છે. આ ગેરરીતિ મુદ્દે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.

નર્મદા જિલ્લા વાસ્મોના યુનિટી મેનેજર વી.પી.પટેલે જણાવ્યું હતું કે અમારા કર્મચારીઓની હાજરીમાં જોધપુરની સિધ્ધુ સર્વે સર્વિસ એજન્સી દ્વારા સર્વેની કામગીરી કરાયેલી છે.જી.પી.એસ આધારે કરેલા સર્વેના નકશા પણ છે. ટેન્ડરીંગ ગાંધીનગરથી થયું છે. ઓફિસમાં બેઠા બેઠા સર્વે કર્યો એ વાત ખોટી છે.

સિધ્ધુ સર્વે સર્વિસ એજન્સીના ઓનર આર.એસ. સિધ્ધુએ જણાવ્યું હતું કે અમે ગામે ગામ જઈ જાતે સર્વે કર્યો છે, યુનિટી મેનેજર પોતે ચેકીંગ માટે આવતા હતા, ઓફિસમાં બેસી સર્વે કર્યો હોવાની વાત ખોટી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है