બ્રેકીંગ ન્યુઝમારું ગામ મારાં ન્યુઝ

નર્મદા જિલ્લાના આંતરિયાળ વિસ્તારો માં “ગ્રેસ ફેલોશિપ ટ્રસ્ટ” વાલિયા દ્વારા સહાય કીટ વિતરણ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

સમગ્ર વિશ્વમાં કોરોનાં વાયરસની જે મહામારી ઉભી થવા પામી છે, તેવાં સંજોગોમાં સામાન્ય માનવીએ જીવન વિતાવવું ઘણું મુશ્કેલ થઇ પડ્યું છે, ત્યારે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનાં આદિવાસી અંતરિયાળ વિસ્તાર માંથી મજુરી અને કામ અર્થે લોકો શહેર તરફ પ્રયાણ કરતાં હોય છે, પરંતુ હાલ કોઈજ વિકલ્પ ન બચતાં લોકોને જીવન જીવવા હજુ પણ ઘણી હાડમારી વેઠવી પડે છે, તેવાં સંજોગોમાં ” ગ્રેસ ફેલોશિપ ટ્રસ્ટ ” નિરાધાર લોકોની વાહરે પોહચ્યું છે, ત્યારે ” ગ્રેસ ફેલોશિપ ટ્રસ્ટ ” વાલિયા દ્વારા સમાજ સેવાનો અવિરત પ્રવાહ નર્મદા જિલ્લાના અનેક ગામોમાં વહી રહ્યો છે. ભરૂચ જીલ્લાનાં વાલિયા થી ગ્રેસ ફેલોશિપ ટ્રસ્ટનાં પ્રમુખ શ્રી.ડૉ.સંદીપભાઈ રજવાડી, તથા ટ્રસ્ટીઓ અને તેમની ટીમે આજ રોજ સાગબારા તાલુકાના અમિયાર, ચોપડવાવ, મોરઆંબા  ગામના આદિવાસી ગરીબ પરિવારોને સહાયને અર્થે અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગત Covid- 19 લોક ડાઉન સમયમાં લોક સેવાના ભાગરૂપ ભોજન અને સહાય કીટોનું વિતરણ પણ ભરૂચ, નર્મદા, અને ડાંગ જિલ્લામાં કરાયું હતું, અને હાલમાં પણ આ સેવાભાવી સંસ્થા આદિવાસી પરિવારો ની મધ્યે કાર્યરત છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है