મારું ગામ મારાં ન્યુઝ

ધરમપુર ખાતે ગલવાન ઘાટીમાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી:

ભારત ભરમાં ચાલી રહેલ ચાઈનાની ચીજ વસ્તુઓનો બહિષ્કારનાં સંકલ્પ સાથે શ્રીગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા ધરમપુરમાંકાર્યક્રમ યોજાયો.

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત

વલસાડ જીલ્લાનાં ધરમપુર ખાતે શ્રી ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા ગલવાન ઘાટીમાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી: સમગ્ર ભારત ભરમાં ચાલી રહેલ ચાઈનાની ચીજ વસ્તુઓનો બહિષ્કારનાં સંકલ્પ સાથે આજે ધરમપુર ખાતે  શ્રી ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો. કાર્યક્રમમાં ગલવાન ઘાટીમાં ગત દિવસોમાં દેશની રક્ષા કાજે  ફરજ બજાવતા શહીદ થયેલા જવાનોને યાદ કરી અને   મોન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવી.

ભારત દેશમાં ચીનથી આવતી વિદેશી ચીજ વસ્તુઓ નો બહિષ્કાર કરવાનો કરાયો સંકલ્પ:

સ્વદેશી વસ્તુઓ અપનાવવાનું અને સ્વદેશી વસ્તુઓને પ્રમોટ કરવાં માટે આ કાર્યક્રમમાં લોકોને સમજ આપવામાં  આવી.

સાથે જય ભારત માતાના જયઘોષ સાથે કાર્યક્રમને પૂર્ણાહુતિ આપવામાં આવી.આ કાર્યક્રમમાં જયેશભાઈ પટેલ,નાનુભાઈ શિંદે,મનસુખભાઈ વાવડીયા,હેમંત ભાઈ કંસારા વિગેરે સામાજિક કાર્યકરો અને શ્રી ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદનાં સભ્યો હાજર રહ્યા હતાં.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है