મારું ગામ મારાં ન્યુઝ

દેશભરમા અમલી ‘હર ઘર જલ’ યોજનામા ડાંગ જિલ્લાની સો ટકા લક્ષપૂર્તિ :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

‘જલ જીવન મિશન’ અંતર્ગત દેશભરમા અમલી ‘હર ઘર જલ’ યોજનામા ડાંગ જિલ્લાની સો ટકા લક્ષપૂર્તિ :

ડાંગ જિલ્લાના આહવા, વઘઈ, અને સુબીર તાલુકાના તમામ ૩૧૧ ગામોના કુલ ૫૨,૦૮૫ ઘરોમા ૧૦૦ % નળ જોડાણની કામગીરી પુર્ણ:

પીવાના પાણી ની સમશ્યા હવે ડાંગમાં ઇતિહાસ બની જશે..! 

અહેવાલ : મનોજ ખેંગાર, માહિતી વિભાગ 

ડાંગ, આહવા: ગ્રામ્ય સ્તરની પાણી સમિતિઓ, જન આંદોલન, સામુદાયિક માલિકી, અને મહિલાઓની કેન્દ્રિય ભુમિકાના મુખ્ય ધ્યેય સાથે સને ૨૦૧૯ના ઓગસ્ટ મહિના મા અમલી બનેલી ‘હર ઘર જલ’ યોજનાનો મુખ્ય ઉદેશ, સને ૨૦૨૪ સુધી દેશના દરેક ઘરને ‘નળ થી જળ’ આપવાનો છે.

ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન વાળી સરકારે આ લક્ષ ૨૦૨૨મા જ પૂર્ણ કરવાની કમર ક્સી છે. જેના પરિણામે ડાંગ જિલ્લામાં તો આ લક્ષની સિદ્ધિ પણ હાંસલ કરી લેવામા આવી છે.

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના દરાપાડા ગામના સરપંચ શ્રી દિનેશભાઈ તથા ઘોડવહળના શ્રી હીરાજભાઈ સહિત આહવા તાલુકાના પીંપરી ગામના અગ્રણી શ્રી ચીમનભાઈએ આ યોજનાને, ડાંગ જિલ્લા માટે ખુબ જ આશીર્વાદરૂપ ગણાવા સાથે, પાણીનો પ્રસાદ તરીકે ઉપયોગ કરવાની પણ પ્રજાજનોને અપીલ કરી છે.

ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામા વસતા પ્રજાજનોને નળથી પાણી પુરુ પાડવા માટે તમામ ૩૧૧ ગામોમા પીવાના પાણીની હયાત, અને બાકી રહેલી સુવિધા બાબતે, જે તે ગામોનો સર્વે કરી ૧૦૦ % ઘરોને નળ કનેક્શનથી પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે, વાસ્મો અને પાણી પુરવઠા તથા યાંત્રિક વિભાગ દ્વારા સામુહિક અભિયાન pહાથ ધરાતુ હતુ.

પ્રત્યેક ગામોની યોજનાઓ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિમા મંજુર કરી, ડાંગ જિલ્લાના આહવા, વઘઈ, અને સુબીર તાલુકાના તમામ ૩૧૧ ગામોના કુલ ૫૨,૦૮૫ ઘરોમા ૧૦૦ % નળ જોડાણની કામગીરી પુર્ણ કરવામા આવી છે.

આમ, ડાંગ જિલ્લો ૧૦૦ % નળ કનેક્શનની સુવિધાવાળો જિલ્લો બન્યો છે. રાજય અને કેન્દ્ર સરકારની સંવેદનશીલતા, દૂરંદેશી, પરિણામલક્ષી આયોજન વ્યવસ્થાપનના પરિણામે ડાંગ જિલ્લાને ‘જલ જીવન મિશન’ અંતર્ગત આ સિદ્ધિ હાંસલ થઈ છે. 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है