મારું ગામ મારાં ન્યુઝ

દેડીયાપાડા ગ્રામપંચાયત દ્વારા ઘોર બેદરકારીના લીધે રોગચાળો ફેલાવાની શક્યતાઓ છતાં તંત્ર ઘોર નિદ્રામાં

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન કુમાર 

દેડીયાપાડા ગ્રામપંચાયત દ્વારા ઘોર બેદરકારીના લીધે રોગચાળો ફેલાવાની શક્યતાઓ છતાં તંત્ર કુંભકર્ણ ની  નિદ્રામાં.

જવાબદાર અધિકારીઓ દ્વારા આ વિસ્તારની મુલાકાત લઈ લોકો રોગચાળાનો ગંભીર ભોગ બને તે પહેલા સ્થાનિક તંત્રને તેમની જવાબદારીનું ભાન કરાવશે ખરા???

ડેડીયાપાડા ના બસ સ્ટેશન મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતા ગંદા પાણીના નિકાલ ના થતા જાહેર જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા ગામના બસ સ્ટેન્ડ મુખ્ય માર્ગ ઉપર થી પસાર થતાં ગંદા પાણીના નિકાલ ન થવાથી જાહેર જનતામાં ભારે રોષની લાગણી ફેલાઈ છે,

ડેડીયાપાડા ના બસ સ્ટેશનમાં રોજના હજારોની સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોય છે અને એમણે બસ સ્ટેશનના મુખ્ય ગેટ ઉપરથી પસાર થવું પડતું હોય છે ત્યાં જ બસ સ્ટેશનની સામેના ફળિયામાંથી આવતું ગંદુ પાણી ડેડીયાપાડાના મેઇન રસ્તા પરથી બસ સ્ટેશનના મુખ્ય ગેટ પરથી પસાર થતું હોય છે તેના લીધે બસ સ્ટેશનમાં પગપાળે ચાલી ને જતા મુસાફરોને આ ગંદા પાણીમાં થઈને જવું પડે છે અને મુખ્ય માર્ગો પરથી પણ લોકોએ આ ગંદા પાણી માંથી પસાર થતા હોય છે આ દુર્ગંધ વાળા પાણીનો કાયમી નિકાલ થાય તે માટે ગ્રામ પંચાયતમાં ગત તા -12-09-22 ના રોજ ગ્રામસભાના દિવસે અરજી આપીને તલાટીને જણાવવામાં આવ્યું હતું.

પરંતુ આજ દિન સુધી આ પ્રશ્નનો કોઈ નિકાલ ન આવતા જાહેર જનતામાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે અહીંના સ્થાનિકોનું કહેવું છે કે આ પાણી પાછલા ફળિયા માંથી રોજ સવારે 8:00 થી 10:00 વાગ્યાના સમય દરમિયાન ગંદુ પાણી આવે છે જે મુખ્ય રસ્તા પરથી થઈ અને ડેડીયાપાડા બસ સ્ટેશનની અંદર પ્રવેશ કરે છે અહીં રોજના હજારો મુસાફર અને વિદ્યાર્થીઓ મુસાફરી કરે છે જેમને બસ સ્ટેન્ડના ગેટ પાસેથી ગંદા પાણીમાં રહીને પસાર થવું પડે છે ચોમાસા ના વરસાદનું પાણી હોય તો વાંધો નથી પરંતુ વરસાદ ન હોય ત્યારે પણ એ પાણી આવતું હોય છે અને એ પાણી લીલા રંગનું હોય છે એ પાણી ક્યાંથી આવે છે ગટરનું પાણી છે કે કોઈ એ પાછળના ફળિયાના ઘરો માંથી આવે છે એ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા આવે તો રોગચાળો ફેલાતા અટકાવી શકાય તેમ છે તે માટે ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 10 ના સભ્ય વસાવા ચંદ્રકલાબેન દ્વારા સરપંચ તલાટીને અરજી આપીને જણાવવામાં આવ્યું છે,  છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી. અને શુ જવાબદાર અધિકારીઓ દ્વારા આ વિસ્તારની અચાનક મુલાકાત લઈને લોકો ગંભીર રોગચાળાનો ભોગ બને એ પહેલા સ્થાનિક તંત્રને તેમની જવાબદારીનું ભાન કરાવશે ખરા???

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है