મારું ગામ મારાં ન્યુઝ

તાપી જીલ્લા કલેકટરને પશુપાલકોની સમસ્યા નિવારણ કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

આજરોજ તાપી જીલ્લા કલેકટરને વ્યારા સહકારી દૂધ મંડળીનાં  પશુપાલકોની સમસ્યા નિવારણ કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું અનેક લોકો રહ્યા હાજર.

 તાપી: વ્યારા; પશુપાલકો દ્વારા કલેક્ટર સાહેબ ને રજુઆત કરવામાં આવી કે અલગ અલગ ગામો જેવા કે ભાટપુર, ખુશાલપુરા, અંધારવાડી,પનિયારીના પશુપાલકો આશરે 15 થી 20 વર્ષ થી વ્યારા સહકારી દૂધ મંડળીમાં દૂધ ભરવા આવે છે, પરંતુ અમારા પશુપાલકો સાથે ભેદભાવ અને શોષણની નીતિ રાખવામાં આવે છે, હાલ કારોના મહામારી વચ્ચે  અમારા પશુપાલકો ની હાલત ખુબજ દયનિય અને મુશ્કેલીભરી થઇ જવા પામી છે.
વ્યારા સહકારી દૂધ મંડળીમાં દૂધ ભરવા ગયેલા સભાસદ  કાઈ પણ બોલે અથવા પોતાનાં હકની વાત કરે  તો પ્રમુખ અને એમના ખાસ ગણાતા બે થી ત્રણ કર્મચારીઓ અપશબ્દ બોલી અથવા ધમકાવીને  અપમાનિત કરે છે, વધુમાં  તમે અહીંના સભાસદ નથી એમ કહી ચૂપ કરી દેવામાં આવે છે!

જયારે સભાસદની વાત આવે ત્યારે વ્યારા દૂધ ડેરીના પ્રમુખ અમને મનસ્વી રીતે સભાસદ બનાવતા નથી.

આમ વ્યારા દૂધ ડેરીના પ્રમુખશ્રીએ  પોતાની મનસ્વી રીતે  દૂધ ભરવાનો સમય 6 થી 7:30 કલાક કરી દેવામાં આવ્યો છે અને પશુપાલકો 7 વાગ્યા ના લાઇન માં ઉભા રહ્યા હોવ છતાં પણ 7:30 સમય થતા દૂધ લેવામાં આવતું નથી,આમ જાણી જોઇને હેરાનગતિ કરવામાં આવે છે,  અને પ્રમુખ પાસે આ બાબતે  ફરિયાદ કરીએ છે તો એમના દ્વારા કહેવામાં આવે છે કે અમારે કોનું દૂધ લેવાનું અને કોનું દૂધ ના લેવાનું એ અમે નક્કી કરીશું, અને તમે 200 થઈ 300 લીટર દૂધ એકલા ભરતા હોઉં તો જ મને અને મારા કર્મચારી ઓને કહેવાનું એમ પણ તમારું દુધ લઇ અમે તમારા ઉપર એહસાન કરીએ છે.

સુમુલ ડેરી અમારા દૂધના નાણાં ચૂકવે છે અને અમારા પગાર થી વહીવટી કપાય છે જેમાંથી કર્મચારીઓને મહેનતણું મળે છે, પરંતુ પ્રમુખ ના મનસ્વી વહીવટના કારણે મંડળી અમારા પૈસા કાપી લે છે મંડળી અમારી પાસે તરત દોહેલુ તાજું દૂધ ભરાવે છે, જેના દા.ત ફેટ 2-9 અને એસ એન અંક 8-4 આવે તો રૂ. 6-00 ની આસ પાસ ભાવ ચૂકવે છે, જ્યારે સુમુલ ડેરી મંડળી ને રૂ. 28.00 નો ભાવ ચૂકવે છે. આમ અમારી સાથે અન્યાય થઇ રહ્યાનું હમોને માલુમ પડે છે,

દૂધ ડેરી માં કોઈપણ સભાસદ ફરિયાદ કરે તો એમને એને કેન પ્રકારે હેરાન કરવામાં આવે છે અથવા એમનું દૂધ લેવાનું બંધ કરી દેવામાં આવે છે.
અમારા પશુપાલકો નો વ્યવસાય સખત મહેનત વાળો છે, આખો દિવસ તાપ તડકો સહન કરવો પડે છે અને ત્યારે અમારું ઘર દૂધ ના ધંધા થકી ચાલે છે, તો આ બાબતે હમોને  ન્યાય અપાવવા આપ સાહેબ જીલ્લા કલેકટરશ્રીને  અમારી નમ્ર અરજ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है