મારું ગામ મારાં ન્યુઝ

તાપી જિલ્લામાં DJ વગાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લામાં DJ વગાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.. જાહેર જનતા જોગ: 

વ્યારા-તાપી: સમગ્ર ગુજરાત તથા ભારતમાં કોવિડ-19ની અસરને ધ્યાને લેતા ભારત સરકારશ્રીની ગૃહ મંત્રાલયના આમુખ-4ના હુકમથી લોક ડાઉનની મુદત તા.30/04/2021 સુધી લંબાવવામાં આવેલ છે. તેમજ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. જે બાબતે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે કોવિડ-19 વાયરસને નિયંત્રિત કરવાના હેતુથી વિવિધ માર્ગદર્શિકાઓ/એસઓપી બહાર પાડેલ છે. આ જાહેરનામા મુજબ જે વિસ્તારમાં કોરોના વાયરસના કેસો નોંધાયેલ છે. તે વિસ્તારમાં કન્ટેઈન્મેન્ટ ઝોન અને કન્ટેન્મેન્ટ ઝોન બહાર જરૂરી નિયમોની અમલવારી કરવા સારૂ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે.

નવીન માર્ગદર્શિકા મુજબ લગ્નમાં 50 થી વધુ વ્યક્તિઓ એકત્ર થવા પર તથા રાત્રી કર્ફ્યુ અમલમાં હોય તેવા વિસ્તારમાં કર્ફ્યુ સમય દરમ્યાન લગ્ન સત્કાર સમારંભ કે અન્ય કાર્યક્રમ યોજવા પર પ્રતિબંધ મુકેલ છે. તેમજ જાહેરમાં રાજકીય/સામાજિક/ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભ, જન્મ દિવસની ઉજવણી કે અન્ય મેળવડા યોજવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકેલ છે. વધુમાં કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં યોજાનાર લગ્નો માટે ડિજીટલ ગુજરાત પોર્ટલ www.digitalgujarat.gov.in પર રજીસ્ટ્રેશન કરવાનું ઠરાવેલ છે. લગ્નપ્રસંગ સમયે મહત્તમ 50 વ્યક્તિઓની મર્યાદા નક્કી કરેલ હોવા છતા પણ ગ્રામ્ય વિસ્તારોમાં લગ્ન પ્રસંગે ડીજે ના ઉપયોગથી લોકો મોટી સંખ્યામાં એકઠા થતા હોય છે. જેથી કોરોના વાયરસના સંક્રમણ વધવાની શક્યતાઓ રહેલ છે, તેમજ લગ્ન પ્રસંગની નોંધણી ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ફરજીયાત કરવાની હોવા છતા ગ્રામ્ય/શહેરી વિસ્તારમાં કેટલાક આયોજકો દ્વારા લગ્ન સમારંભનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવતું ન હોવાનું ધ્યાને આવતા જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણી દ્વારા સમગ્ર તાપી જિલ્લામાં યોજાતા તમામ લગ્ન/સત્કાર સમારંભ દરમ્યાન ડિ.જે.ના ઉપયોગ પર પ્રતિબંધ મુકવા બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ જિલ્લાની હદ વિસ્તારમાં તા.30/04/2021 સુધી ડી.જે. (ડીસ્ક જોકી) વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. વધુમાં આગામી સમયમાં યોજાનાર લગ્ન/સત્કાર સમારંભ અંગે ફરજીયાત ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા સુચના આપવામાં આવેલ છે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

                                      

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है