મારું ગામ મારાં ન્યુઝ

ડેડીયાપાડા ખાતે કાર્યરત DCB બેંકની ૧૪મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડા ખાતે કાર્યરત ડીસીબી બેંકની ૧૪મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી;

ઉપસ્થિત મહેમાનો નાં હસ્તે રીબીન કાપી ATM તેમજ બેંક લોકર નું દેડીયાપાડાના ગ્રાહકોની સેવા માટે ખુલ્લું  કરવામાં આવ્યું, 

ડેડીયાપાડા ખાતે આવેલ ડીસીબી બેંક નાં દેડીયાપાડા શાખા ને  આજે લોકસેવાના સફળતાપૂર્વક ૧૪ વર્ષ પૂર્ણ થતાં ૧૪ મી વર્ષગાંઠ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ મહેમાનો દ્વારા દીપ પ્રગટાવીને કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી, તેમજ ઉપસ્થિત તમામ મહેમાનો નું પુષ્પ ગુચ્છ અને સાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ DCB બેંક ગુજરાત રીજનલ હેડ પ્રતીક શાહ દ્વારા તમામ ને DCB બેંક દ્વારા આપવામાં આવતી સેવાઓ વિશે માહિતગાર કર્યા હતા, અને ઉપસ્થિત મહેમાનો નાં હસ્તે રીબીન કાપી ATM તેમજ બેંક અને લોકર નું લોકાર્પણ  કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દેડીયાપાડા વેપારી મંડળ નાં પ્રમુખ ડી.જી.શાહ, ગુજરાત રીજનલ હેડ પ્રતીક શાહ, ટીપીડીનાં હેડ દિશા મેડમ, કલસ્ટર સર્વિસ ઓપરેટર મેનેજર સીશોમ સમીર પંચાલ, DCB બેંક નાં સ્ટાફ BM સુનીલ પાટીલ, અનીશ વસાવા, અલ્પેશ વસાવા, રોશન પાટીલ, જયેશ વસાવા તેમજ દેડીયાપાડા બજાર માંથી વેપારીઓ તેમજ આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है