મારું ગામ મારાં ન્યુઝ

ડાંગ જિલ્લામા જાહેર સુલેહ શાંતિ જાળવવા અર્થે સભા સરઘસબંધી ફરમાવાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

આહવા; તા; ૧૭; ડાંગ જિલ્લામા ૧૭૩-ડાંગ (અ.જ.જા) વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૦ નો કાર્યક્રમ જાહેર થયેલ છે. જે અન્વયે આગામી તા.૦૩/૧૧/૨૦૨૦ના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. આ સમય દરમ્યાન જુદા જુદા હરીફ જૂથો વચ્ચે ચૂંટણી પ્રચાર કરવામાં આવશે. જેથી આવા જુદા જુદા જૂથો વચ્ચે ઘર્ષણ થવાની સંભાવનાઓ નકારી શકાય નહી. આ ઘર્ષણના કારણે જાહેર સુલેહ શાંતિનો ભંગ થવા પણ સંભવ રહે છે. જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ -૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ પગલાં લેવા પૂરતું કારણ હોવાનો અભિપ્રાય છે.
જે ધ્યાને લેતા શ્રી ટી. કે. ડામોર (જી.એ.એસ.), અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ડાંગ દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ તેમને મળેલ સત્તાની રૂએ આજથી તા.૧૦/૧૧/૨૦૨૦ના રોજ સુધી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નીચે દર્શાવ્યા મુજબના કર્યો ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે.
જે મુજબ જિલ્લામાં (૧) ચાર કે તેથી વધુ શખ્સોએ ભેગા થવું નહી. સભાઓ ભરવી કે બોલાવવી નહી તેમજ સરઘસ કાઢવું નહી, (૨) જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા સૂત્રો પોકારવા નહી, તથા (૩) જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવી અફવા ફેલાવવી નહી. આ પ્રતિબંધો જે માણસો સરકારી નોકરીની કામગીરીમાં રોકાયેલ હશે તેમને, તેમજ પ્રતિબંધિત વિસ્તારમાંથી સ્મશાન યાત્રામાં જતાં ઇસમોને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ/ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है