મારું ગામ મારાં ન્યુઝ

ડાંગ જિલ્લામાં ૭મી આર્થિક ગણતરીની કામગીરી પૂર્ણ!

ભારત સરકાર દ્વારા હાથ ધરાયેલી આર્થિક ગણતરીની કામગીરી ડાંગનાં ૩૧૧ ગામોના ૩૫૧ બ્લોકની ૨૧૬ ગણતરીદારો અને ૫૮ સુપરવાઈઝરોએ ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરી

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ બ્યુરો ચીફ રામુભાઈ માહલા
આહવા; તા; ૧૦; ભારત સરકાર દ્વારા હાથ ધરાયેલી દેશની ૭મી આર્થિક ગણતરીની કામગીરી ડાંગ જિલ્લાએ સો ટકા પૂર્ણ કરી.

ડાંગ જીલ્લા  કલેકટર શ્રી એન.કે.ડામોરની અધ્યક્ષતામાં આહવા ખાતે યોજાયેલી એક બેઠકમાં કલેકટરશ્રીએ કામગીરીની વિગતો મેળવી, નિયત સમય મર્યાદામાં પ્રથમ રાઉન્ડની કામગીરી પૂર્ણ કરવા બદલ કર્મયોગીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના ૩૧૧ ગામો પૈકી ૩૦૮ ગ્રામ્ય અને ૩ શહેરી વિસ્તારના કુલ ૩૫૧ બ્લોક છે. જે પૈકી ૩૦૮ ગ્રામિણ અને ૪૩ શહેરી બ્લોક માટેની આર્થિક ગણતરીની કામગીરી માટે ૨૧૬ ગણતરીદારો, અને ૫૮ સુપરવાઈઝરોની નિયુક્તિ કરવામાં આવી છે. ગણતરીદારો દ્વારા આર્થિક ગણતરીની કામગીરી સો ટકા પૂર્ણ કરવા સાથે, સુપરવાઈઝરો દ્વારા પણ ચકાસણીની કામગીરી સો ટકા પૂર્ણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં દ્વિતીય કક્ષાના સુપરવિઝન માટે કરવાની થતી કામગીરી નિયુકત ઉચ્ચાધિકારીઓ દ્વારા હાથ ધરાશે.
ડાંગ જિલ્લામાં હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના પોલીસ અધિકારી/કર્મચારીઓ જાહેરમાં થૂંકવા કે ફેસ માસ્કનો ઉપયોગ નહિ કરવા બદલ દંડ કરી શકશે ; નોવેલ કોરોના વાયરસના સંક્રમણને નાથવા માટે રાજ્ય તથા કેન્દ્ર સરકારની વખતોવખતની સૂચનાઓ અને માર્ગદર્શન અનુસાર, હવેથી ડાંગ જિલ્લામાં જાહેરમાં થૂંકવા કે ફેસ માસ્કનો ઉપયોગ નહિ કરવા બદલ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના પોલીસ અધિકારી/કર્મચારીઓ પણ દંડનીય કાર્યવાહી કરી શકશે.

ડાંગના જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એન.કે.ડામોર દ્વારા જારી કરાયેલા એક સુધારા હુકમ અનુસાર, ભારત સરકાર દ્વારા કેટલીક છૂટછાટો સાથે લોકડાઉનની અવધી (અનલોક-૨) આગામી તા.૩૧ મી જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. દરમિયાન સમગ્ર રાજ્યમાં નવી માર્ગદર્શિકા મુજબ તેનો ચુસ્તપણે અમલ કરવાનો થાય છે. આ કામગીરી માટે ડાંગ જિલ્લામાં પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવતા અધિકારીઓને દંડનીય કામગીરી માટે અધિકૃત કરાયા હતા. જેમાં સુધારો કરી હવેથી આ કામગીરી માટે ડાંગ જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના કોઈ પણ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે. જેની જાહેર જનતાને નોંધ લેવા તથા સરકારશ્રીની વખતોવખતની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરાયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है