મારું ગામ મારાં ન્યુઝ

ડાંગના ટાંકલીપાડા ગામ નજીકનાં કોઝવે પાસે બન્ને બાજુ પડેલાં ગાબડા ભયજનક:

જિલ્લા પંચાયત, માર્ગ અને મકાન વિભાગ આળસ ખંખેરીને આ કોઝવેનાં ગાબડાની મરમ્મત કરે તે જરૂરી,રજુઆતને ધ્યાનમાં ન લેતા વાહનચાલકો સહિત જનજીવનને હાલાકી વેઠવાની નોબત?

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુશીલ પવાર આહવા.

ડાંગ જિલ્લાનાં ટાંકલીપાડા ગામ નજીકનાં માર્ગમાં કોઝવે પાસે બન્ને બાજુએ મસમોટા ગાબડા પડી જતા વાહનચાલકો માટે ભયજનક સ્થિતી ઉદભવી છે. ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ આળસ ખંખેરીને આ કોઝવેની બન્ને સાઇડમાં પડેલા ગાબડાની મરમ્મત કરી પુરાણ કરે તે જરૂરી બની ગયું છે. ડાંગના સુબિરમાં ૪થી વધુ ઇંચ વરસાદ નોધાયો, સાથે ધોવાણની ઘટના.
ડાંગ : જિલ્લાનાં પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા ટાંકલીપાડા ગામ નજીકનાં માર્ગમાં કોઝવે પાસે બન્ને બાજુએ મસમોટા ગાબડા પડી જતા વાહનચાલકો માટે ભયજનક સ્થિતી ઉભી થવા પામી છે. અહી બન્ને બાજુ પડેલાા ગાબડા રાત્રીનાં અરસામાં વાહનચાલકો માટે જીવલેણ અથવા જાનલેવા સાબિત થઈ શકે છે.
આ ટાંકલીપાડા ગામને જોડતા માર્ગ તથા કોઝવે ઉપરથી આસપાસનાં ગામડાઓનાં વાહનચાલકોની સારી એવી અવર જવર રહે છે. તેવામાં ચાલુ ચોમાસાની ૠતુનાં પ્રથમ વરસાદમાં જ આ કોઝવે પાસેનાં સંરક્ષણ દીવાલ નજીકની માટીનું ધોવાણ થઈ જતા અહીં બન્ને સાઈડ મોટા ગાબડા પડી ગયા છે.
અહીનાં ગ્રામજનોએ આ કોઝવેની સાઇઝ મોટી બનાવવા તથા રસ્તાની મરામત કરવા માટે ડાંગ જિલ્લા પંચાયતનાં માર્ગ મકાન વિભાગમાં અનેકવાર રજુઆત કરી છે. પરંતુ ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા તેઓની રજુઆતને ધ્યાનમાં ન લેતા વાહનચાલકો સહિત જનજીવનને હાલાકી વેઠવાની નોબત ઉભી થવા પામી છે. શું તંત્ર કોઈ અનિચ્છનીય ઘટના બને  તેની  વાટ જોય રહી છે? 
અહી અંતરીયાળ વિસ્તારમાં  હાલમાં ચોમાસામાં તેમજ રાત્રીનાં અરસામાં આ ગાબડા વાહનચાલકો માટે અકસ્માતનું કારણ બની જીવલેણ સાબિત થઈ શકે છે. ત્યારે હાલમાં ડાંગ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ આળસ ખંખેરીને આ કોઝવેની બન્ને સાઇડમાં પડેલા તાત્કાલિક ગાબડાની મરામત કરે તે જરૂરી બની ગયુ છે, 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है