મારું ગામ મારાં ન્યુઝ

ઝંખવાવ ગામે ચારરસ્તા નજીકનું ખુલ્લું વીજ ટ્રાન્સફોર્મર મોતને આમંત્રણ?

ખુલ્લાં વિજ ટ્રાન્સફોર્મર પાસે કોઈ કારણોસર ગયેલ કે પછી જાણી જોઇને ત્યાં ગયેલ યુવકને વીજ કરંટ લાગતા ભડાકાભેર સળગી ગયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરૂણેસભાઈ

ઝંખવાવ ગામે ચારરસ્તા નજીકનું ખુલ્લું વીજ ટ્રાન્સફોર્મર આપે છે મોતને આમંત્રણ? કોઈ અનિચ્છનીય ઘટના બને તેની રાહ જોઈ બેસેલાં  તંત્રની ઘોર બેદરકારીનો નમુનો!

સુરત જીલ્લાનાં ઝંખવાવ ગામે ચારરસ્તા નજીક વીજ ટ્રાન્સફોર્મર પાસે ગયેલો યુવાન દાઝી ગયો .. યુવક સાગબારા તાલુકાનો વતની અને આકાશ વસાવા નામ હોવાનું જાણવા મળ્યું… 
માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામના ચાર રસ્તા નજીકના ખુલ્લાં  વિજ ટ્રાન્સફોર્મર પાસે કોઈ કારણોસર ગયેલ કે પછી જાણી જોઇને ત્યાં ગયેલ  યુવકને વીજ કરંટ લાગતા ભડાકા ભેર સળગી ગયો હતો:
ઝંખવાવ ચાર રસ્તા ઉપર માંડવી તરફ જવાના માર્ગ ની બાજુમાં દુકાન અને કેબીનની પાછળનાં ભાગે  ખુલ્લાં સ્થાનમાં  વિજ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે આ વિજ ટ્રાન્સફોર્મર પાસે સવારે ૧૧ વાગ્યાના સુમારે એક યુવક કોઈક કારણોસર ગયો હતો બની સકે કુદરતી ક્રિયા માટે પણ ગયો હોય!  અને આ યુવકને વિજ કરંટ લાગતા સળગી ઉઠયો હતો ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને તાત્કાલિક સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જઈ સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે તેને સુરત સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો આ યુવક નર્મદા જિલ્લાના સાંગબારા તાલુકાના મકવાણ ગામનો વતની હોવાનું તેમજ તેનું નામ આકાશ વસાવા હોવાનું જણાવા મળ્યું હતું આ યુવકના સગા સબંધી ઝંખવાવ ગામે કોઈ રહે છે યાં નથી અને કયા કામ માટે ઝંખવાવ ગામે આવ્યો આ યુવક પોતે આત્મહત્યા કરવા માગતો હોય?  અથવા કોઈ પ્રકારની ભૂલથી વિજ ટ્રાન્સફોર્મર પાસે પહોંચી ગયો હોય તે અંગે કોઈ વિગત જાણવા મળી નથી,  ઝંખવાવ ગામના ચાર રસ્તા નજીકના ખુલ્લાં લટકતાં વિજ તારો અને  ટ્રાન્સફોર્મર તરફ જવાબદાર વિભાગ ડી.જી.વી.સી.એલ. ઝંખવાવ ધ્યાન આપે તે જરૂરી. 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है