દક્ષિણ ગુજરાતમારું ગામ મારાં ન્યુઝ

જીલ્લા કલેક્ટરના અધ્યક્ષપણે તાપી જિલ્લા સંકલન સમિતિ બેઠક યોજાઈ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લા સંકલન સમિતિ બેઠક યોજાઈ.

અમલીકરણ અધિકારીઓ તાપી જિલ્લામાં વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરે..

ટ્રાઈબલ કામો અંગેની માહિતી આપવામાં વિલંબ બાબતે ધારાસભ્યની રજૂઆત સંદર્ભે અમલીકરણ અધિકારીઓને સખ્ત તાકીદ કરતાઃ- કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા..

વ્યારા:  તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા સેવાસદન સભાખંડમાં આજરોજ કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા ના અધ્યક્ષપણા હેઠળ યોજાઈ હતી. ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવા સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

         કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ સંકલન સમિતિની બેઠકમાં અમલીકરણ અધિકારીઓ ને જિલ્લાના વિકાસ કામો બાકી હોય તે સત્વરે પૂર્ણ કરવા સૂચના આપી હતી. વહીવટી મંજૂરી કે તાંત્રિક મંજૂરીઓ સમયસર આપી કામગીરીમાં વિલંબ ન થાય તે માટે સમયાંતરે રીપોર્ટીંગ કરવાનું રહેશે. સી.એમ.ડેશબોર્ડ ઉપર નિયમિત એન્ટ્રી કરવાની હોવાથી કામગીરીમાં ચોકસાઈ રાખવાની રહેશે. સાથે ટ્રાઈબલ વિસ્તારના વિવિધ કામો અંગે ધારાસભ્યશ્રી દ્વારા માંગવામાં આવતી માહિતીઓ આપવામાં વિવિધ કચેરીઓ દ્વારા વિલંબ થાય છે જે ચલાવી નહીં લેવાય. રજાના દિવસે પણ કચેરીઓ ચાલુ રાખી તાત્કાલિક માહિતી આપવા તમામ અમલીકરણ અધિકારીઓને કલેકટર વઢવાણિયાએ સખ્ત તાકીદ કરી હતી.

         ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ ગૌચર જમીનમાં દબાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું. તથા ઔદ્યોગિક હેતુ માટે આપવામાં આવેલ જમીનમાં કોઈ ગરીબ રહેતા હોય તેની પરિસ્થિતિ પણ ધ્યાને લઇ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા વહીવટીતંત્ર ને સુચારૂ ઉકેલ લાવવા હિમાયત કરી હતી.

        જિલ્લા પંચાયત પ્રમુખ સૂરજભાઈ વસાવાએ સોનગઢ તાલુકાના માંડવીપાણી, જુની સેલ્ટીપાડા, પાઘડધુવા, સાતકાશી, જુની કુઈલીવેલ, જુના અમલપાડા,બુધવાડા વિગેરે ગામોને ગ્રામપંચાયતનો દરજ્જો મળે તે માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમજ કુકરમુંડા તાલુકામાં ૬૬ કે.વી.સબ સ્ટેશન ઝડપથી કાર્યરત થઈ જાય તે માટે રજૂઆત કરી હતી.

       જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડિયાએ સોનગઢ તાલુકાના ગામોને ગ્રામપંચાયતનો દરજ્જો મળે અને ગ્રામજનોને યોજનાકીય લાભ મળે તે માટે પંચાયત વિભાગને જરૂરી કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો. સાથે સાથે ગ્રામ પંચાયતોને ઈ-ગ્રામ હેઠળ આવરી લેવાની હોઈ ચોખી આમલી,બાલદા અને કોઠલી ગામે આર્થિક રીતે નબળી ગ્રામ પંચાયતોના વીજ બીલ બાકી હોવાથી વીજ કું.ને વ્યાજ માફી અને ઈન્સ્ટોલમેન્ટ કરી આપવા સૂચના આપી હતી.

સંકલન સમિતિની આ બેઠકમાં નાગરિક અધિકાર પત્રો, જિલ્લા વિકાસ અધિકારી ની કચેરી ૧૪૦૬ પૈકી નિકાલ-૧૪૦૬,વન વિભાગ-૧૯ પૈકી ૧૮ નિકાલ,વ્યારા પ્રાંત-૫૦૯૧ પૈકી ૫૦૪૩ નિકાલ,નિઝર પ્રાંત ૨૪૩૪ પૈકી ૨૩૭૦ નિકાલ, મત્સ્યોદ્યોગ ૯૪ પૈકી ૯૪ નિકાલ, ચીફ ઓફિસર વ્યારા ૭૬ પૈકી ૫૫ નિકાલ, સોનગઢ નગર પાલિકા ૮૧ પૈકી ૭૮ નિકાલ કરવામાં આવ્યો છે. નિવૃત્ત થયેલ સરકારી કર્મચારીઓના પેન્શન કેસો જિલ્લા વિકાસ અધિકારી ૧૫૨ પૈકી ૩૮ મંજૂર,એસ.પી.કચેરી ૧૭ પૈકી ૨ મંજૂર,નાયબ વન સંરક્ષક ૫ કેસ પૈકી ૫ ની કાર્યવાહી ચાલુ છે.

સરકારી લ્હેણા વસુલાત જિલ્લા વિકાસ અધિકારી ૧.૫૬ કરોડ,સહાયક વાણિજ્ય વેરા વિભાગ દ્વારા ૩.૨૮ કરોડ, આર.ટી.ઓ ૩.૨૯ કરોડ, પાણી પુરવઠા ૯૭ લાખની વસુલાત કરવામાં આવી હતી.

સુશાસનના ૫ વર્ષ સેવાયજ્ઞમાં કરવામાં આવેલી કામગીરીને બિરદાવી ધારાસભ્ય મોહનભાઈ અને કલેકટર વઢવાણિયાએ અમલીકરણ અધિકારી સહિત વહીવટી તંત્રને અભિનંદન આપ્યા હતા.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર આર.જે.વલવી, નાયબ વન સંરક્ષક આનંદકુમાર, પ્રાંત અધિકારી હિતેશ જોષી,ગ્રામ વિકાસ નિયામક જે.જે.નિનામા,પ્રાયોજના વહીવટદાર વી.જી.પટેલ સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

                                                

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है