ક્રાઈમ

સોનુનિયા ગામના ખેડૂત સાથે ‘દિલ્હી પોલીસ’ના નામે સાયબર ઠગાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

સોનુનિયા ગામના ખેડૂત સાથે ‘દિલ્હી પોલીસ’ના નામે સાયબર ઠગાઈ:

દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલ સોનુનિયા ગામનાં ૨૯ વર્ષીય યુવા ખેડૂત સાથે સાયબર ઠગાઈનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.

ઠગોએ પોતાની ઓળખ “દિલ્હી પોલીસ” તરીકે આપી ખેડૂતને અશ્લીલ વીડિયો જોવાના ખોટા આરોપમાં કેસ નોંધાયો હોવાનું કહી ભયભીત કર્યો હતો.અને ખેડૂતને કાયદાકીય કાર્યવાહીનો ભય બતાવ્યો હતો. ત્યારબાદ કેસ બંધ કરાવી આપવાના બહાને QR કોડ મોકલી કુલ ચાર હજારની ઓનલાઈન છેતરપિંડી આચરી હતી.

કેસમાંથી બચાવવા અને માફીનામું આપી મામલો રફેદફે કરાવવાના બહાને ઠગોએ રૂ. ૧૧,૫૦૦ની માંગણી કરી હતી. વોટ્સએપ પર મોકલેલા QR કોડને સ્કેન કરાવી Mohd Rihan નામની UPI ID પર બે વખત રૂ. ૨-૨ હજાર એમ કુલ રૂ. ૪ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. વધુ પેમેન્ટ કરતી વખતે ફ્રોડનો સંદેશ આવતા ફરિયાદીને શંકા જતા તેમણે વધુ રકમ ચૂકવી ન હતી.

સમગ્ર ઘટનાની અવગત થતાં ખેડૂતે તાત્કાલિક ૧૯૩૦ સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ સાપુતારા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી હતી. પોલીસે ઠગોના મોબાઇલ નંબર, UPI ID તથા અન્ય સંડોવાયેલા લોકોની તપાસ શરૂ કરી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે અજાણ્યા ફોન પર વિશ્વાસ કરી કોઈપણ પ્રકારનું ઓનલાઈન પેમેન્ટ ન કરવું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है