મારું ગામ મારાં ન્યુઝ

ચીન્ચીનાગાવઠા રેન્જના ભવાડી બીટના રીઝર્વ ફોરેસ્ટ કમ્પારટમેન્ટના જંગલનાં કોતરમાંથી અજાણ્યા પુરુષનો બિનવારસી મૃતદેહ મળી આવ્યો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુ માહલા 

આહવા:  ડાંગ જીલ્લાના વઘઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ચીન્ચીનાગાવઠા રેન્જના ભવાડી બીટના રીઝર્વ ફોરેસ્ટ કમ્પારટમેન્ટ નંબર ૨૯૭ના જંગલ વિસ્તારના કોતરમાંથી ગત તા.૧/૯/૨૦૨૦ના રોજ સવારના ૧૦;૩૦ વાગ્યાના સુમારે એક ૪૫ થી ૫૦ ની વય ધરાવતા અજાણ્યા પુરુષનો બિનવારસી મૃતદેહ મળી આવેલ હતો. જેના વાલી-વારસોની તપાસ કરતા તેઓ મળી આવેલ ન હતા.

ખુબ જ દુર્ગંધ મારતા અને કહોવાયેલી હાલતમાં રહેલા આ મૃતદેહને નિયમોનુસાર પી.એમ. કરાવી તેની અંતિમવિધિ માટે ચીન્ચીનાગાવઠા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચશ્રીને સોંપવામાં આવેલ, જેમના દ્વારા આ મૃતદેહની દફન વિધિ કરવામાં આવેલ છે.

મૃત પામનાર આ અજાણ્યા બિનવારસી પુરુષનું વર્ણન ; ઉ.વ.આ. ૪૫ થી ૫૦ વર્ષ, પાતળો બાંધો ધરાવતા આ ઇસમે સફેદ રંગનું લીટીવાળુ જુનું શર્ટ તથા તેના ઉપર જુનું ગરમ સ્વેટર, અને કાળા રંગનો જુનો પેન્ટ પહેરેલ હતા. જો કોઈ આ સાથેના ફોટાવાળા આ અજાણ્યા પુરુષને ઓળખતા હોઈ, કે તેના વિષે કોઈ માહિતી કે જાણકારી ધરાવતા હોઈ તો વઘઈ પોલીસ સ્ટેશન, ફોન નંબર ; ૦૨૬૩૧-૨૪૬૨૩૩ તથા પોલીસ કંટ્રોલ રૂમ, ફોન નંબર ; ૨૨૦૩૨૨/૨૨૦૬૫૮ ઉપર સંપર્ક સાધવા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા દ્વારા જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है