
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નવસારી કમલેશ ગાંવિત
આજરોજ ગુજરાત સરકાર દ્વારા ચીખલી રેફરલ હોસ્પિટલ ના ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન પ્રદેશ પ્રમુખ, સાંસદશ્રી સી.આર.પાટીલ સાહેબ દ્વારા તેમનાં કર કમળ થી રીબીન કાપીને દર્દીઓ માટે આરોગ્ય લક્ષી સેવાનો લાભ લેવાં માટે લોકો માટે આજથી ખુલ્લું કરવામાં આવ્યુ હતું, નવસારી જિલ્લા કલેકટરશ્રી અમિત યાદવ તથા જિલ્લા વિકાસ અધિકારી અર્પિતા સાગર તથા ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ તથા નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાલાલ શાહ તથા જિલ્લા અને તાલુકાના આગેવાનો હાજર રહ્યા હતા આ ઉદ્ઘાટન પ્રસંગે ચીખલી રેફરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રીમતી દક્ષાબેન પટેલ તથા તેમની સમગ્ર આરોગ્ય ટીમ હાજર રહી હતી,
આજના ઉદ્ધઘાટન પ્રસંગ વેળાએ નવસારી જિલ્લાના પુરવઠા અધિકારી શ્રી વિશાલ યાદવ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા પ્રાંત અધિકારી, મામલતદાર શ્રી નવસારી, જિલ્લા પંચાયતમાં પ્રમુખ શ્રી ભીખુભાઈ આહિર અને સાથે અન્ય અગ્રગણ્ય આગેવાનો અને લોકોએ હાજર રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.