મારું ગામ મારાં ન્યુઝ

ગુજરાતનાં સંવેદનશીલ CM નો આભાર, લેન્ડ ગ્રેબિંગ એક્ટનું આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા સ્વાગત કરે છે : ભુમાફિયાઓની હવે ખેર નહિ!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર

ભુમાફિયાઓની શાન ઠેકાણે પાડવાના હેતુસર ગુજરાત સરકાર દ્રારા ૧૬ ડિસેમ્બર થી સમગ્ર ગુજરાતમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ ૨૦૨૦ લાગુ થવા જઈ રહ્યો છે જે બાબતે આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રોમેલ સુતરિયાએ આ કાયદાનું જાહેર મા સ્વાગત કરવાની સાથો સાથ એક મહત્વપૂર્ણ કાયદો તૈયાર થયો હોવા બાબતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનો જાહેર આભાર વ્યક્ત કર્યો છે.આ કાયદા અંતર્ગત એવા નાગરિકો જેમની સંપત્તિ ભુમાફિયાઓ કે અસામાજીક તત્વોએ પચાવી પાડી છે તેમને ન્યાયિક પ્રક્રિયાઓ મા મોટી રાહત મળી શકશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.

તાપી જીલ્લામા અને આદિવાસી વિસ્તાર માં જમીનો પચાવવાની અનેક ઘટનાઓ વારંવાર જોવા મળતી રહે છે ત્યારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ ન્યાય ઝંખતા પરિવારો માટે મોટી રાહત આપી શકે તેવો કાયદો છે તેમ રોમેલ સુતરિયાએ જણાવ્યુ હતુ. જરુર હશે પ્રામાણિક અને નિષ્ઠાવાન અધિકારીઓની જેઓ ન્યાયિક રીતે કાયદાનું અમલ કરાવે સાથે જ નાગરિકો એ પણ જાગૃત થવુ જ પડશે જેથી કાયદાઓ નો સખત અમલ થાય. કાયદાઓનો અમલ નથી થતો કે નથી કરતા કહી નાગરિક તરીકે ની જવાબદારી થી છટકવા કરતા એક જાગૃત નાગરિક બની દેશ હિતમા કાયદાઓનુ સખત પાલન થાય તે માટે આપણે નાગરિકો એ પણ જાગૃત બનવુ જ પડશે. દેશ આપણો સહુનો છે તેને મજબુત બનાવવા આપણી સહુ નાગરિકો ની ફરજ અને જવાબદારી છે. માટે આવા કાયદાઓ થી શું થશે શું નહી થાયની ચર્ચા થઈ વધુ જરુરી છે કે આપણે સહુ જવાબદાર નાગરિક બની કાયદાઓનું અમલીકરણ કરાવીએ.

લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદોના નિકાલ અને ચકાસણી હેતુ જીલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતા માં સાત અધિકારીઓની કમિટિની રચના કરવાની જોગવાઇ કરવામાં આવી છે, ફરિયાદીને સમયસર ન્યાય મળી રહે તે માટે દર તબક્કે સમયસીમા નક્કી કરવામાં આવી છે, જેથી ફરિયાદ લાંબો સમય પડતર ના રહે, ફરિયાદ બાબતે કમિટિ સમક્ષ રજુ થયેલ અહેવાલ બાબતે ૨૧ દિવસમાં જ નિર્ણય કરવાનો રહેશે. સૌથી અગત્યની બાબત જે કારણે આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા કાયદાઓ ને ખુબ જ મહત્વપૂર્ણ રીતે જોઈ રહ્યુ છે તે છે કે સરકારી જમીન પચાવી પાડનાર કે માથાભારે તત્વોએ જમીન પચાવી પાડી હોય તેવા કિસ્સાઓમાં કમિટિના અધ્યક્ષ તરીકે જીલ્લા કલેકટર અને રાજ્ય સરકાર જાતે સુઓમોટો પગલા ભરી શકશે.જમીન હડપ કરનારા કેસોમાં ઝડપી સુનવણી અને ઝડપી સજા માટે સ્પેશ્યલ કોર્ટની જોગવાઇ કરવામા આવી છે.દરેક સ્પેશિયલ કોર્ટ મા એક સરકારી વકીલ ની નિમણૂક કરવામા આવશે. સ્પેશિયલ કોર્ટ સુઓમોટો સંજ્ઞાન લઈને જમીન હડપ કરનારાઓ સામે કાયદાનુસાર પગલા ભરવા જીલ્લા કલેકટર ની અધ્યક્ષતા વાળી કમિટી ને તપાસ કરવા આદેશ – સુચનાઓ આપી શકશે, છ મહિનાના સમયગાળામા સ્પેશિયલ કોર્ટમા આવા કેસોનો નિકાલ સમય સુનિશ્ચિત કરાશે.

લેન્ડ ગ્રેબિંગ કાયદાઓ હેઠળની સ્પેશિયલ કોર્ટ ને દિવાની અને ફોજદારી એમ બંન્ને પ્રકારની અદાલતી કાર્યવાહી હાથ ધરવાની સત્તા આપવામા આવનાર છે. જે ખુબ જ મહત્વપૂર્ણ પગલુ સાબિત થઈ શકશે, કાયદા મુજબ હવે આક્ષેપ ખોટા સાબિત કરવાની જવાબદારી ભુમાફિયાઓના શિરે રહેશે, માટે આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા એ કાયદાને આવકારી તાપી જીલ્લા મા ગૌચર જમીનો મા ખનન કરતા કે ગૌચર જમીનને સરકારી પડતર મા ફેરવી કૌભાંડ આચરનારાઓ જેઓ રોમેલ સુતરિયા ની સદર ફરિયાદ બાબતે જીવલેણ હુમલો પણ કરી ચુક્યા હતા તેવા જમીન પચાવી પાડનારા તત્વો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી થાય અને નવી બનનારી કમિટિ આ બાબતે સુઓમોટો લેશે તો તાપી જીલ્લાના અનેક ખનન માફિયાઓને ૧૦ વર્ષ થી ૧૪ વર્ષ સુધી ની સજાની જોગવાઈ મુજબ કાર્યવાહી થઈ શકે તેમ છે, હવે જોવાનુ તે રહે છે કે જમીન પચાવી પાડનારાની શાન ઠેકાણે પાડવા સરકારે તૈયાર કરેલ આ કાયદાથી નાગરિકોને કેટલો લાભ થાય છે અને કાયદાની કેટલી સખત અમલવારી થશે? કાયદાનો સખત અમલ થતા અને ભુમાફિયાઓ જેલ ભેગા થશે તે નિશ્ચિત મનાય રહ્યુ છે. આભાર. રોમેલ સુતરિયા(અધ્યક્ષ : AKSM / EAEM) 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है