મારું ગામ મારાં ન્યુઝ

ગારદામાં નલ સે જલ યોજના ભર ઉનાળે શોભાના ગાંઠીયા સમાન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ , નર્મદા સર્જનકુમાર

ગારદામાં નલ સે જલ યોજના ભર ઉનાળે શોભાના ગાંઠીયા સમાન થઇ પડી!

ગારદામાં નલ સે જલ યોજનાના કામોમાં ભ્રષ્ટાચાર આચર્યાનો આક્ષેપ;

નલ સે જલ યોજના માત્ર નામની, હાલ માં ૧૫ મિનિટ પણ પાણી નથી આવતું:- ગ્રામજનો

ગુજરાતના ઘરે ઘરે નળથી પાણી આપવાની યોજના હેઠળ 2022ના અંત સુધીમાં ગુજરાતના એકેએક ઘરમાં નળથી પાણી પહોંચાડી દેવામાં આવશે.

ડુંગરાળ વિસ્તારના આદિવાસીઓના ઘરે પણ પાણી પહોંચી જાય તે માટે સરકારે લિફ્ટ ઇરિગેશનની પદ્ધતિનો આશરો લઈ રહી છે. આ સાથે જ પાણી જન્ય રોગોથી ગુજરાતની જનતાને બચાવવા માટે દરેક ઘરે ફિલ્ટર્ડ પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. પરંતુ આ તમામ કામોમાં ખૂબજ મોટા પ્રમાણમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો છે, અને કામમાં વેઠ ઉતારવામાં આવી છે.

પાણી પુરવઠા વિભાગની “નલ સે જલ” યોજનાઓ ઠેરઠેર ડેડીયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારોની કામગીરીઓમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિને લઇ ગ્રામ્ય વિસ્તારોમાં આ યોજના મોટે ભાગે શોભાના ગાંઠિયા સમાન બની છે. સરકાર દ્રારા ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓની સુવિધા માટે પાણી પુરવઠા વિભાગ થકી ઘર આંગણે નળ માંથી સીધુ પાણી ભરી લેવાની યોજના અમલમા મુકી છે. જે આવકારદાયક છે પહેલાના સમયમા મહેનત મજુરી કરી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને પોતાના પરિવારો માટે ન્હાવાથી લઇને ધર વપરાશનું પાણી ભરવા માટે કુવા કે હેન્ડપંપનો સહારો લેવો પડતો હતો.

સરકારે નલ સે જલ યોજના અમલ મુકી અને આ ઝંઝટ માંથી છુટકારો આપવાનો હેતુ હતો. પરંતુ આ યોજના શરૂ થઇ છે ત્યારથી અધિકારીઓ, પદાધિકારીઓ, કોન્ટ્રાક્ટર ની મિલીભગતથી આ કામગીરીની પાણીની પાઇપો લાઇનોમાં નિયમ મુજબ કામ થતું નથી. યોજના બન્યા બાદ મોટા ભાગના ડેડીયાપાડા તાલુકાઓના ગામડાઓમાં ભર ઉનાળે શોભાના ગાંઠીયા સમાન આ યોજના થઇ પડી છે. ત્યારે ડેડીયાપાડા તાલુકાના ગારદા ગામે નલ સે જલ યોજના અમલમાં આવી છે. પરંતુ તમામ કામમાં વેઠ ઉતારવામાં આવી છે. પાણીની તમામ લાઈન ઉપર જ દાટવામાં આવી હોવાથી વારંવાર તૂટી જાય છે અને પાણીનો ખૂબ જ પ્રમાણમાં બગાડ થઈ જાય છે. અને નળમાં પાણી ૧૫ મિનિટ પણ આવતું નથી, જેથી આ યોજનામાં થયેલ ભારે ગોબાચારી અને ભ્રષ્ટાચારને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આઝાદી કા અમૃત મહોત્સવ દિવસો ચાલી રહ્યા છે. ત્યારે પછાત આદિવાસી વિસ્તારમાં સરકારી કામોમાં ચાલતી ભારે ગેરરીતિ અને ભ્રષ્ટાચારને તપાસ હાથ ધરવામાં આવે એવું પ્રજામાં ચર્ચાઈ રહ્યુ છે.

નલ સે જલ યોજનાની કામગીરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે સાચી દાનતથી તપાસ કરાવે તો ફક્ત ગારદા ગામ જ નહીં પરંતુ, ડેડીયાપાડા તાલુકાના અન્ય ગામોમાંથી પણ મોટુ કૌભાંડ બહાર આવે તેમ છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है