મારું ગામ મારાં ન્યુઝ

કાળાઘાટ ગામે ૭૪માં પ્રજાસત્તાક રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી:

ધારાસભ્ય ડો. જયરામભાઈ ગામીત કાર્યક્રમનાં ઉદ્ઘાટક તરિકે ઉપસ્થિત રહયા :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

મોઘાવણ જૂથ ગ્રામ પંચાયત અને પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળા, કાળાઘાટ દ્રારા 74માં પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી:

નિઝર-172 વિધાનસભા મતવિસ્તારના લોકલાડીલા  ધારાસભ્ય ડો. જયરામભાઈ ગામીત કાર્યક્રમ નાં ઉદ્ઘાટક તરિકે ઉપસ્થિત રહ્યા.

કાર્યક્રમની શરુઆત ઉપસ્થિત કાર્યક્રમના ઉદ્ઘાટક ધારાસભ્ય ડૉ. જયરામ ગામીત દ્રારા દીપ પ્રાગટ્ય કરી કરવામા આવ્યું હતું. આજના સમગ્ર કાર્યક્રમ ની શરૂઆત પ્રાથમિક શાળા કારાઘાટ ની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી.

 વ્યારા  : તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના મોંઘાવણ જૂથ ગ્રામ પંચાયતમા સમાવિષ્ટ મયાલી, કાળાઘાટ, મોટા સતશીલા, ઘોડીરૂંવાળી, જેવાં ગામો સમાવિષ્ટ થાય છે, અને યુવા સરપંચ સુનીલભાઈ ગામીતના નેતૃત્વમાં ગામોમાં વિકાસકામો આગળ ધપી રહ્યા છે, આજે  આખો દેશ આઝાદી નાં અમૃત મહોત્સવ ને ઉજવી રહ્યો છે ત્યારે ૭૪માં પ્રજા સત્તાક પર્વની ઊજવણી અંતર્ગત સંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જૂથ ગ્રામ પંચાયત મોંઘવણનાં યુવા સરપંચ સુનિલભાઈ ગામીતની આગેવાનીમાં અને પ્રાથમિક શાળાના અથાગ પ્રયત્ન દ્વારા આજનો 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્મ યોજાયો હતો. જેમાં આજુબાજુની શાળાના બાળકો અને અનેક ગામોના યુવાનો દ્રારા કુલ ૩૨ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, બાળકો દ્વારા રજુ કરવામાં આવેલ સમગ્ર પ્રાર્થના, ગરબો, રાસ, નાટક, નાચણું, નૃત્ય જેવાં પ્રોગ્રામમા રજુ કરેલા અભિનય દ્વારા લોકોનું મન મોહી લીધું હતું, જેમાં આદિવાસી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું. મોટી સંખ્યામાં કાર્યક્રમ નિહાળવા પધારેલ શ્રોતાગણ દ્વારા કૃતિ રજુ કરનાર બાળકો અને યુવાનોને રોકડ ઈનામ આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.

આજના કાર્યક્મને નિઝર 172 વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ડો. જયરામભાઈ ગામીત દ્રારા દરેક સાંસ્કૃતિક કાર્યક્રમ ને પ્રોત્સાહનનાં ભાગરૂપે ઈનામ આપવામાં આવ્યું હતું.

આજના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આજુબાજુ ગામના ભાઈ બહેનો, યુવાનો ઉપસ્થીત રહ્યા હતા, ધારાસભ્ય ડો. જયરામ ગામીત સાથે સામાજિક આગેવાનો, તાપી જીલ્લાશિક્ષણ સંઘના મહિલા પ્રમુખ વંદનાબેન, તાલુકા પંચાયત સભ્ય દિલીપભાઈ, વિજયભાઈ, શિક્ષક મિત્રો, પુર્વ શિક્ષક મિત્રો સાથે ગાળકૂવાના સરપંચ રાજેશભાઈ, સરપંચ ભગુભાઈ હીરાવાડી, અને વડપાડા પ્ર. ના સરપંચ અનિલભાઈ ગામીત અને પત્રકાર મિત્રોની પ્રેરક ઉપસ્થિતિ એ ગામજનો, બાળકો, યુવાનો અને આયોજક ટીમનો ઉત્સાહ વધાર્યો હતો. દરેક લોકો માટે ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી. અંતે કાર્યક્રમ ને સફળ બનાવવા માટે યુવાનો અને આયોજકો દ્વારા ભારે જેહમત ઉઠાવવામા આવી હતી. 

પત્રકાર : કીર્તનકુમાર ગામીત , તાપી

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है