
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ
આહવા પોસ્ટ બ્રાન્ચ દ્વારા વઘઇ પોલીસ સ્ટેશનમાં પોસ્ટ વિભાગની વિવિધ યોજનાકીય માહિતી અપાઇ:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: બારડોલી ડિવિઝનમાં સમાવિષ્ટ ડાંગ જિલ્લાની આહવા પોસ્ટ બ્રાન્ચ દ્વારા તા.૧૬ મે ના રોજ વઘઇ પોલીસ સ્ટેશન માં પોસ્ટ વિભાગ ની જાણકારી આપવા માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડાંગ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલના અધ્યક્ષતા હેઠળ આહવા પોસ્ટ વિભાગના માર્કેટિંગ એક્ઝુકેટિવ શ્રી સમિર શેખ તેમજ પોસ્ટ વિભાગના કર્મીઓ દ્વારા વઘઇ પોલીસ સ્ટેશન માં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોસ્ટ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના ગ્રાહકો માટે વ્યક્તિગત તથા અકસ્માત વીમાની સુવિધા, દરેક સરકારી યોજનાઓ માટે આધાર સિડેડ એકાઉન્ટ સુવિધા, નેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ, મર્ચન્ટ ખાતાની સુવિધા, ક્યુઆર કોડ થી પેમેન્ટની સુવિધા, ગ્રામીણ ટપાલ જીવન વીમો વિગેરે પોસ્ટ વિભાગ ની યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.