દેશ-વિદેશબ્રેકીંગ ન્યુઝ

કોરોના અપડેટ: મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને છત્તીસગઢમાં દૈનિક ધોરણે નવા કેસોમાં તીવ્ર ઉછાળો નોંધાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ 

મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને છત્તીસગઢમાં દૈનિક ધોરણે નવા કેસોમાં તીવ્ર ઉછાળો નોંધાયો:

દેશમાં કોવિડ-19ના કેસો વધી રહ્યાં હોય તેવા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પર કેન્દ્ર સરકારની સઘન દેખરેખ છે અને તે સક્રિયપણે સંકળાયેલી રહે છે, કોવિડ-19 વિરોધી રસીના લગભગ 4 કરોડ ડોઝ આપવામાં આવ્યા.

આખા દેશ ભરમાં કેટલાક રાજ્યોમાં કોવિડના નવા કેસોમાં દૈનિક ધોરણે તીવ્ર વધારો નોંધાઇ રહ્યો છે. દૈનિક ધોરણે નવા નોંધાયેલા કુલ કેસોમાંથી 80.63% કેસો માત્ર મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને છત્તીસગઢમાં જ છે.

છેલ્લા 24 કલાકમાં 39,726 નવા કેસોનો એક દિવસીય વધારો નોંધાયો છે.

મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સતત સર્વાધિક નવા કેસો નોંધાવાનું ચાલું છે જ્યાં એક દિવસમાં નવા 25,833 કેસ નોંધાયા છે. દેશમાં દૈનિક ધોરણે નોંધાયેલા નવા કેસોમાંથી 65% દર્દી મહારાષ્ટ્રમાં નોંધાયા છે. તે પછીના ક્રમે, પંજાબમાં એક દિવસમાં વધુ 2,369 જ્યારે કેરળમાં નવા 1,899 કેસ નોંધાયા છે.

તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કેન્દ્ર સરકાર ખૂબ સક્રિયપણે જોડાયેલી છે અને ખાસ કરીને જ્યાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યા વધુ નોંધાઇ રહી છે અને જ્યાં સક્રિય કેસોનું ભારણ વધારે છે તેમના પર વિશેષ નજર છે. કેન્દ્ર સરકાર નિયમિત ધોરણે તેમની સાથે કોવિડના નિયંત્રણ અને જાહેર આરોગ્યના પગલાંઓની સ્થિતિની સમીક્ષા કરે છે.

સરકારની ‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ’ વ્યૂહનીતિનું પાલન કરીને જે જિલ્લાઓ મોટી સંખ્યામાં એન્ટીજેન પરીક્ષણો પર નિર્ભર હોય તેમના સહિત તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને જે જિલ્લામાં પરીક્ષણોની સંખ્યા ઘટી હોય ત્યાં પરીક્ષણો વધારવા માટે અને એકંદરે RT-PCR પરીક્ષણોનો હિસ્સો વધારવા માટે (70%થી વધારે) સલાહ આપવામાં આવી છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રત્યેક પોઝિટીવ કેસ દીઠ (પ્રથમ 72 કલાકમાં) તેમના સંપર્કમાં આવેલા સરેરાશ ઓછામાં ઓછા 20 લોકોના સંપર્ક ટ્રેસિંગ માટે તેમજ તબીબી પ્રોટોકોલ અનુસાર ગંભીર કેસોના આઇસોલેશન અને વહેલી તકે સારવારના પગલાં લેવા માટે સલાહ આપવામાં આવી છે. પસંદગીના જિલ્લાઓમાં જે વિસ્તારોમાં કેસોના ક્લસ્ટરો જોવા મળી રહ્યાં હોય તેમના પર સઘન દેખરેખ અને ચુસ્ત કન્ટેઇન્મેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તેમજ જ્યાં મોટી સંખ્યામાં મૃત્યુઆંક નોંધાઇ રહ્યો હોય તેવા જિલ્લાઓમાં તબીબી વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ પણ આપવામાં આવી છે. એવી પણ સલાહ આપવામાં આવી છે કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ચિંતાજનક વાયરસના વેરિઅન્ટ્સને ટ્રેક કરવા માટે જીનોમ પરીક્ષણ માટે સેમ્પલ મોકલવાનું પણ નિયમિત ફોલોઅપ લેવું જોઇએ. તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રાષ્ટ્રીય બીમારી નિયંત્રણ કેન્દ્ર (NCDC) સાથે નોડલ ઇન્સ્ટિટ્યુટ તરીકે INSACOG કન્સોર્ટિયમ અંતર્ગત 10 લેબમાં ટેગ કરવામાં આવ્યા છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને જાહેર મેળાવડાઓ પર નિયંત્રણ લાવવાનું તેમજ કમ્યુનિકેશન અને અમલીકરણ માધ્યમોથી કોવિડ માટે યોગ્ય વર્તણૂક અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું અને જે જિલ્લાઓમાં મોટી સંખ્યામાં કેસો નોંધાઇ રહ્યાં હોય ત્યાં પ્રાથમિકતા વસ્તી સમૂહો માટે રસીકરણમાં વધુ વેગ લાવવાનું પણ કહેવામાં આવ્યું છે. રસીકરણ કવાયતમાં વધુ ઝડપ લાવવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

તાજેતરમાં, મહારાષ્ટ્ર અને પંજાબમાં નવા કેસોમાં નોંધાઇ રહેલા તીવ્ર વધારાને ધ્યાનમાં રાખીને, તાજેતરમાં કેન્દ્ર દ્વારા આ રાજ્યોમાં કોવિડ-19ના નિયંત્રણ અને કન્ટેઇન્મેન્ટના પગલાંમાં મદદરૂપ થવા માટે ઉચ્ચ સ્તરીય જાહેર આરોગ્ય ટીમનો નિયુક્ત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ તેમજ જમ્મુ અને કાશ્મીરમાં કોવિડ-19ના કેસોમાં થયેલી ઝડપી વૃદ્ધિ સામે લડત આપીને તેને નિયંત્રણમાં લાવવામાં મદદરૂપ થવાના ઉદ્દેશથી ઉચ્ચ સ્તરીય ટીમો નિયુક્ત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારની ટીમોના અહેવાલો રાજ્યોને સોંપવામાં આવ્યા હતા જેથી તેઓ આગળ ફોલોઅપના પગલાં લઇ શકે. રાજ્યો દ્વારા લેવામાં આવતા ફોલોઅપ અને અનુપાલન પર કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા દેખરેખ રાખવામાં આવે છે.

ભારતમાં આજે કુલ સક્રિય કેસોનું ભારણ 2.71 લાખ (2,71,282) નોંધાયું છે જે દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી 2.82% છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 18,918 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.

ભારતમાં કુલ સક્રિય કેસોમાંથી 76.48% દર્દીઓ ત્રણ રાજ્યો- મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં છે.

ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,10,83,679 નોંધાઇ છેસરેરાશ રાષ્ટ્રીય સાજા થવાનો દર 96.56% છે.

સોળ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી.  આ રાજ્યો માં  આંધ્રપ્રદેશ, ચંદીગઢ, ઓડિશા, ઉત્તરાખંડ, ઝારખંડ, લક્ષદ્વીપ, સિક્કિમ, મેઘાલય, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, નાગાલેન્ડ, ત્રિપુરા, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), મણીપુર, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ અને અરુણાચલપ્રદેશ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है