દેશ-વિદેશ

વ્યારા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ‘’વિશ્વ યોગ દિવસ” ઉજવાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી : કીર્તનકુમાર

દક્ષિણાપથ સેવા સમાજ ગ્રાઉન્ડ, વ્યારા  ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ‘’વિશ્વ યોગ દિવસ” ઉજવાયો:
સોનગઢ ફોર્ટ સહિત જિલ્લાના વિવિધ ૭૭૫ સ્થળોએ “યોગા ફોર હ્યુમાનીટી” થીમ આધારે યોગ દિન ઉજવાયો:

“યોગ એ ભારત દેશ દ્વારા સમગ્ર વિશ્વને આપેલ અમુલ્ય ભેટ છે.”- જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઇ વસાવા


વ્યારા-તાપી: સમગ્ર વિશ્વમાં વિશ્વભરમાં ૨૧મી જૂન “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભારતમાં ૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની “માનવતા માટે યોગા” “યોગા ફોર હ્યુમાનીટી” થીમ આધારે કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ યોગા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જે અન્વ્યે તાપી જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. કાપડિયા સહિત યોગ પ્રિય જાહેર જનતા દ્વારા વ્યારા સ્થિત દક્ષિણાપથ સેવા સમાજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો ‘’વિશ્વ યોગ દિવસ” ઉજવાયો હતો. આ ઉપરાંત આઇકોનિક પ્લેસ સોનગઢ ફોર્ટ સહિત જિલ્લાના વિવિધ ૭૭૫ સ્થળોએ “યોગા ફોર હ્યુમાનીટી” થીમ આધારે યોગ દિન ઉજવાયો હતો. જેમાં લગભગ ૧ લાખ ૪૭ હજાર લોકો ઉત્સાહભેર જોડાયા હતા.

 
આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવાએ સ્વસ્થ જીવનની શુભકામના પાઠવતા સૌને જણાવ્યુ હતું કે, યોગ એ ભારત દેશ દ્વારા સમગ્ર વિશ્વને આપેલ અમુલ્ય ભેટ છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ સપ્ટેમ્બર ૨૦૧૪માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ UN સમક્ષ મુકતા ૨૦૧૫થી સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણીની શરૂઆત થઈ હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રથમ સોપાનમાં ૮૪ દેશોએ ભાગીદારી નોંધાવી હતી અને જયારે આજે ૧૩૦ દેશના નાગરિકોએ યોગને દૈનિક જીવનનો ભાગ બનાવ્યો છે. વધુમાં તેમણે યોગ દ્વારા જીવન પરિવર્તન થાય છે એમ કહી કોરોના કાળ દરમિયાન યોગના માધ્યમથી પોતાને સુરક્ષિત રાખી શક્યા છે. જેથી પોતાની સાથે પરિવાર અને સમગ્ર દેશને તમામ મહામારીથી દુર રાખવા જીવનમાં યોગ અપનાવવા ખાસ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. કાપડિયાએ આભાર દર્શન કરતા જિલ્લામાં વિવિધ સ્થળોએ યોગા ટ્રેનર તરીકે સેવા આપેલ આર્ટ ઓફ લીવિંગના યોગા કોચ-ડૉ.કામિનીબેન પટેલ, ડૉ જૈમિન ચૌહાણ, કિર્તીબેન અનમોલા, તાપી જિલ્લાના યોગ બોર્ડ કો-ઓર્ડીનેટર મનિષ વસાવા, વ્યારા તાલુકા યોગ કોચ ઉમેશ તામશે તથા ડોલવણ ખાતે ખુશ્બુબેન ચૌધરીની સેવા બદલ આભાર વ્યકત કર્યો હતો. તેમણે તાપી જિલ્લામાં વિવિધ આઇ.ટી.આઇ, પ્રાથમિક/માધ્યમિક/નિવાસી/આશ્રમ શાળા, તમામ પોલીટેકનિક કોલેજ, પોલીસ હેડક્વાટર સહિત તમામ પોલીસ સ્ટેશનના પટાંગણ, CHC/PHC/ પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે અને તમામ ગ્રામ પંચાયતના સ્થળો મળી કુલ-૭૭૫ સ્થળોએ યોગા દિવસની ભવ્ય ઉજવણીના આયોજન માટે સુદ્રઢ વ્યવસ્થા કરનાર જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતા ગામીત, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલ, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી અમરસિંહ રાઠવાની સરાહના કરી હતી.
આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરન્દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને મૈસુર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ સહિત મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને સાબરમતી રીવરફ્રન્ટ ખાતે રાજ્યનો મુખ્ય કાર્યક્રમ વંદે ગુજરાત ચેનલ દ્વારા વર્ચ્યુઅલ માધ્યથી ઉપસ્થિત સૌએ એલ.ઈ.ડી. સ્ક્રિન ઉપર નિહાળયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ દ્વારા યોગના વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાન મુદ્રાઓ કરવામાં આવી હતી.
આ વેળાએ નિવાસી અધિક કલેકટરશ્રી આર.જે.વલવી, વ્યારા પ્રાંત આર.સી.પટેલ, પુરવઠા અધિકારીશ્રી સાગર મોવલીયા, વ્યાયામ શિક્ષક સંઘ તાપીના પ્રમુખ ધીરૂભાઇ ગાંવિત સહિત આર્ટ ઓફ લીવિંગના સભ્યો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને તાપી જિલ્લાની યોગ પ્રિય જનતા ઉપસ્થિત રહી સૌ યોગમય બન્યા હતા. 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है