રાજનીતિ

વિજય સુવાડાએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી, બાયડમાં નવરાત્રી મહોત્સવ મુલાકાત દરમિયાન નિવેદન :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  24×7 વેબ પોર્ટલ

ગાયક કલાકાર અને ભાજપ નેતા વિજય સુવાળાએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી, બાયડમાં નવરાત્રી મહોત્સવ  મુલાકાત દરમિયાન આપ્યું  નિવેદન :

વિજય સુવાળા ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી, ટિકિટ કોને મળે છે અને કોનું પત્તુ કપાય છે તે જોવું રહ્યું…

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ લોબિંગ કરી રહ્યા છે. વિધાનસભા બેઠક લડવા માટે અનેક નેતાઓ મેદાને ઉતરી ચૂક્યા છે. મતવિસ્તારમાં જવા લાગ્યા છે અને ટિકિટ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી માંથી ભાજપમાં આવેલા વિજય સુવાળાએ ચૂંટણી લડવા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. વિજય સુવાળાએ કહ્યું કે પાર્ટી ટિકિટ આપશે તો ચોક્કસ ચૂંટણી લડીશ ભાજપનો વિકાસ અને મારી લોક ચાહના મતમાં કન્વર્ટ થશે.

વિજય સુવાળા બાયડ ખાતે નવરાત્રી કાર્યક્રમ બાદ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે.આ સાથે કહ્યું કે પાર્ટી જ્યાંથી ટીકીટ આપે ત્યાં થી ચૂંટણી લડીશ.આમ ચૂંટણી નજીક આવતાની સાથે જ નેતાઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે લોક ગાયક વિજય સુવાળા પણ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે અને જીત માટેનું સમીકરણ પણ જાહેર કર્યું છે. જોવાનું રહ્યું કે આમ આદમી પાર્ટી માંથી આવેલ વિજય સુવાળાને ભાજપ ટિકિટ આપશે કે નહીં અને જો આપશે તો કઈ બેઠક પરથી વિજય સુવાળા ઉમેદવાર બનશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है