રાજનીતિ

પૂર્વ સરપંચ અને ભાજપના સાંસદ મનસુખ વસાવા વચ્ચે ગટર, દારૂ-જુગાર બાબતે શાબ્દિક જંગ..!

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ,  નર્મદા સર્જનકુમાર 

ડેડીયાપાડા પૂર્વ સરપંચ અને ભાજપના સાંસદ મનસુખ વસાવા વચ્ચે ગટર, દારૂ – જુગાર બાબતે શાબ્દિક જંગ!!!

જો મેં ગટરના પૈસા ખાધા હોય તો સાંસદ મનસુખ વસાવા સાબિત કરી બતાવે અથવા જાહેરમાં માફી માંગે: ડેડીયાપાડા પૂર્વ સરપંચ (રાકેશ વસાવા)

ડેડીયાપાડા ના પૂર્વ સરપંચ રાકેશભાઈ દ્વારા પ્રાંત અધિકારી કચેરી ડેડીયાપાડા ખાતે આવેદન આપવામાં આવ્યુ છે, આવેદન માં જાણવામાં આવ્યુ છે,તા.૦૪ ઓગસ્ટ,૨૦૨૨ ના રોજ વેરાઈ માતાજીના મંદિર ખાતે જાહેર સભામાં પૂર્વ સરપંચ વિષે ટિપ્પણી કરેલ હતી, એ ખરેખર સાંસદ માટે અશોભનિય છે. એ કોઈ પક્ષના સાંસદ નથી લોકોના સાંસદ છે અને હું હાલ કોઈ સત્તાધારી વ્યક્તિ નથી, એક સામાન્ય મતદાતા છું .

હું ૫ વર્ષ માટે સરપંચ હતો અને સામાન્ય વ્યક્તિને સાંસદ દ્વારા જાહેરમાં ટિપ્પણી કરવામાં આવે એ યોગ્ય નથી. સાંસદ જાહેરમાં એવું બોલે છે કે મે ગટરના વિકાસ કામના પૈસા ખાધા છે, તો સાંસદ સાબીત કરે કે હું વસાવા રાકેશભાઈ રાયજીભાઇએ ગટરના પૈસા ખાધા છે. અને જો એમ સાબિત થશે તો મારા પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તે માટે હું સંમત છું. અને જો આ સાબિત ન થાય તો જાહેરમાં સાંસદ મનસુખ વસાવા માફી માંગે, ગટર કોનાં સમયમાં બની અને ગટર બનાવવામાં દરેક નિયમોનું પાલન થયું છે કે નહિ અને ગટરમાં કેટલો ભ્રષ્ટાચાર થયો એ તપાસ કરી અને ત્યારબાદ બોલે. જે સમયે દેડીયાપાડા ગામે ગટર બનાવવામાં આવી તે સમયે ગટરની કામગીરીની ગુણવંત્તા ન જાળવવામાં આવેલ અને ગ્રામજનો તથા હું પોતે વસાવા રાકેશકુમાર રાયજીભાઇ દ્વારા અવાર-નવાર ગ્રામપંચાયતની ગ્રામસભામાં ગટરની ગુણવંતા અંગે ફરીયાદો કરવામાં આવેલ છે. વધુમાં જણાવતા હાલ જે સરપંચ છે. તેઓ તે સમયમાં પણ સરપંચ હતા. કદાજ સાંસદ ભુલમાં જુના સરપંચની જગ્યાએ મારૂ નામ લીધુ હશે. જેથી જાહેરમાં માફી માંગી અને જે-તે સમયના સરપંચ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી. અને વધુમાં સાંસદ દ્વારા દારૂ અને જુગારના અડ્ડાની જાહેરમાં વાત કરે છે કે તેઓ પાસે બુટલેગરોની લીસ્ટ છે. તો એ કદાચ ભૂતકાળ ભૂલી ગયા છે એમ લાગે છે. જેઓની જાહેરમાં વખાણ કરે છે તે હિતેશ વસાવા અને દીવાલ વસાવા ઉપર દારૂ અને જુગારના પાસા સુધીના કેસો થયા છે. અને આ આવેદનમાં હું એમના અત્યાર સુધીની એફ.આઇ.આરની દરેક નકલ સામેલ કરેલ છે. અને જાહેરમાં બોલ્યા કે પોલીસ રેડ નઈ કરે તો મારી ટીમ રેડ કરશે તો કરો મે તમને તમારી જ પાર્ટીના હિતેશ વસાવા અને દિવાલ વસાવા ના મિત્રો અને તમારા કાર્યકરોની લીસ્ટ આપુ. નિષ્પક્ષ તપાસ કરજો, અને સાંસદે વધુમાં જણાવેલ કે ગુનાહિત પ્રવૃત્તિ કરનારનું પાછલું લીસ્ટ કાઢી ફીટ કરતા આવડતું હોય તો ડેડીયાપાડા ના બૂટલેગરોના પાછલા લીસ્ટ કોણ-કોણ અંદર જશે એ તમને ખ્યાલ જ હશે. અને તમારી સભામાં ઉપસ્થિત તમારા જ કેટલા કાર્યકરો વોટ્સએપ પર જુગાર ચલાવે છે અને કેટલા બુટલેગરો ઘરે ઘરે ગાડીમાં દારૂ મૂકીને ગ્રાહકોને આપવા જાય છે એમનું લીસ્ટ કદાચ સાંસદ પાસે ન હોય તો તે લીસ્ટ આપશ્રને હું આપીશ, એમના મોબાઈલ નંબરની માહિતી કઢાવી અને એમને સજા અપાવી ત્યાર બાદ મારા વિશે ટિપ્પણી કરવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है