Breaking News

પત્રકાર એકતા પરિષદ દેડીયાપાડા-સાગબારા દ્વારા સાંસદ મનસુખ વસાવાના વિરુદ્ધમાં નર્મદા કલેકટરને આવેદન સુપ્રત:

જાહેર મંચ પરથી પત્રકારો વિરૂદ્ધ ખોટા આક્ષેપો કરી પત્રકારત્વને દાગ લાગે એવી ભાષાનો પ્રયોગ કરતા માહોલ ગરમાયો :

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

પત્રકાર એકતા પરિષદ દેડીયાપાડા-સાગબારા દ્વારા સાંસદ મનસુખ વસાવાના વિરુદ્ધમાં નર્મદા કલેકટરને આવેદન સુપ્રત કરાયું: 

સાંસદ મનસુખ વસાવા દ્વારા જાહેર મંચ પરથી પત્રકારો વિરૂદ્ધ ખોટા આક્ષેપો કરી પત્રકારત્વને દાગ લાગે એવી ભાષાનો પ્રયોગ કરતા નર્મદા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ;

જ્યાં સુધી સાંસદ મનસુખ વસાવા પત્રકારોની માફી ન માંગે ત્યાં સુધી ભાજપ અને મનસુખ વસાવાનાં તમામ કાર્યક્રમોનો બહિષ્કાર ચાલુ રહશે.

ડેડીયાપાડા ખાતે વેરાઈ માતાજી મંદિરે તારીખ ૦૪,ઓગસ્ટનાં રોજ ભાજપ દ્વારા જાહેર સભા યોજવામાં આવી હતી. તેમાં સાંસદ મનસુખભાઇ વસાવા દ્વારા પત્રકારોનું અપમાન જનક નિવેદન કરતા અને પત્રકારો પર ખોટા આક્ષેપ બાજી કરતા પત્રકાર આલમમાં અઘાત સહિત રોષની લાગણી ફેલાઇ હતી.
પત્રકાર એકતા પરિષદ ડેડીયાપાડા સાગબારા દ્વારા ભાજપ અને સાંસદ મનસુખ વસાવાનો તમામ કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા ખાતે  વેરાઇ માતાના મંદિર ખાતે ૦૪ ઓગષ્ટ- ૨૦૨૨ નાં રોજ ભાજપ પ્રેરિત જાહેર સભાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સાંસદ મનસુખ વસાવાએ જાહેરસભામાં બેફામ વાણી  વિલાસ નો ભંગ કર્યો હતો.  જેવાં ગંભીર પ્રકારના  પત્રકારો ઉપર ખોટા અને પાયા વિહોણા  આક્ષેપો કર્યા હતા. વધુમાં તેઓએ  જણાવેલ કે પૈસા લઇને પત્રકારો સમાચાર છાપે છે. એવાને ઓળખી લેજો આવા ખોટા ગંભીર આક્ષેપો સાંસદ મનસુખ વસાવાએ   સત્તારૂઢ પાર્ટી ભાજપા ના જાહેર મંચ  પરથી કર્યા હતા. શું પત્રકારો આદિવાસી પ્રજાના પ્રશ્નો સમસ્યાઓ હલ કરે છે એ દેખાતું નથી? અને પત્રકારો જે લોકોની વાચા બને છે તેને દબાવવા સાંસદ દ્વારા પ્રયાસ કરવામાં આવે છે. તે હવે દેડીયાપાડા અને સાગબારા તાલુકાનાં પત્રકારો હળવે નહિ લે તે સાંસદ સમજી લે..!   જેને ડેડીયાપાડા અને સાગબારા પત્રકાર એકતા પરિષદ સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને સખત વિરોધ કરે છે. અને ડેડીયાપાડા અને સાગબારા તમામ પત્રકારો દ્વારા સાંસદ મનસુખ વસાવા અને ભાજપના તમામ કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. અને ગુજરાત સરકાર દ્વારા પ્રસિદ્ધ થતી  તમામ પ્રેસનોટ નો પણ બહિષ્કાર કરવામાં આવશે. આ બાબતે આવેદનપત્ર આપને આપી અવગત કરીએ છીએ.
જ્યાં સુધી સાંસદ મનસુખભાઈ  વસાવા માફી ન માંગે ત્યાં સુધી ભાજપ અને મનસુખ વસાવાના તમામ કાર્યક્રમોનો બહિષ્કાર ચાલુ રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है