દેશ-વિદેશ

પર્યાવરણ બચાવવાની લડાઈ આપણે હારી ચુક્યા કે એ મોટો પ્રશ્ન છે, આવનારી પેઢીઓને આપણે શું આપીશું? : રોમેલ સુતરિયા 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

મિત્રો આપણે શું પર્યાવરણ બચાવવાની લડાઈ આપણે હારી ચુક્યા છે પ્રશ્ન છે, આવનારી પેઢીઓને આપણે શું આપીશું? : રોમેલ સુતરિયા(ચળવળ કાર, આદિવાસી વિષયોનાં) 

વર્ષ ૧૯૯૪ માં યુનાઇટેડ નેશન્સ દ્રારા વિશ્વ ના ઈન્ડિજીનિયસ નાગરિકોના મુળભુત અધિકાર, પર્યાવરણ, જલ જંગલ જમીન, આઝાદી, આર્થિક વિકાસ ના રક્ષણ ને ધ્યાન માં રાખી વિશ્વ આદિવાસી દિવસ ની શરૂઆત કરી હતી. આદિવાસી હક અધિકારો ના સંરક્ષણ માટે અનેક આંદોલન અને અભિયાનના પરિણામે ઘણા નવા કાયદા આવ્યા જેનાથી આદિવાસી સમાજ ના મુળભુત અધિકારો અને જલ જંગલ જમીન ના અધિકારોનું રક્ષણ કરી શકાય. પરંતુ વાસ્તવિકતા જુઓ તો અનેક રીતે કાયદા સાથે અવારનવાર ઘર્ષણ માં આવનાર આદિવાસી પરિવારો ની વેદના સમજવી રહી.અનેક પરિવારો ને કાયદા ના લાભ મળ્યા છે પરંતુ એક મોટો ભાગ આજે પણ પોતાના અનેક અધિકારો થી વંચિત છે.

પર્યાવરણ અને કુદરત વચ્ચે રહેનાર આદિવાસી બહુલ વિસ્તાર સદીયો થી દેશના વિકાસ ના નામે આવનારી વિવિધ મોટી યોજનાઓ માં વિસ્થાપિત થતો રહ્યો છે.પહેલા ડેમ ના નામે વિસ્થાપિત થનારા આદિવાસી પરિવારો ઊપર હવે શહેરીકરણ ના પ્રભાવો જોવા મળી રહ્યા છે.ગામડાઓ માં ઝડપથી શહેરીકરણ પહોચી રહ્યુ છે.આદિવાસી પરંપરાગત રીતે કુદરતની રક્ષા કરવાની સંસ્કૃતિ લુપ્ત થતી જઈ રહી છે.આદિવાસીયત આપણા જીવન , કુદરત તેમજ પર્યાવરણ ની રક્ષા માટે એક અનિવાર્ય શરત છે કારણ જલવાયુ પરિવર્તન ના પ્રશ્નો થી ઘેરાયેલી વિકાસ વ્યવસ્થાઓ એ પુન:વિચાર કરવાનો સમય છે.પર્યાવરણ ને નુકસાન પહોંચાડી આપડે કેવો વિકાસ કરીશું?

ભારત એક ખેતી પ્રધાન દેશ રહ્યો હતો જ્યા આંકડાઓના અંદાજ મુજબ વર્ષ ૨૦૦૧ થી રોજ ૪૦ ખેડુતો આત્મહત્યા કરવા મજબુર બની રહ્યા છે.જેનો જલવાયુ પરિવર્તન સાથે સીધો સબંધ છે.વધુ ઓછો વરસાદ , ત્રુતુઓ માં અણધાર્યા ફેરફાર તેમજ ઝડપથી ગરમ થઈ રહેલી પ્રુથ્વી સામે ખેડુતો જ નહી આપણો આખે આખો માનવ સમાજ ભયજનક પરાજય તરફ આગળ વધી રહ્યા છે.૨૦૧૬ માં WHO ના આંકડા કહે છે વિશ્વમાં દર વર્ષે વાયુ પ્રદૂષણ થી ૧૫ થી નીચેના ૦૬ લાખ બાળકો ના મરણ થાય છે જ્યારે પાંચ વર્ષ થી નીચેના ૦૯ લાખ બાળકો ના મરણ થાય છે.વિશ્વના ૩૦ પ્રદુષિત શહેરો ની યાદી માં ૨૨ શહેરો ભારત ના કેમ છે તે પ્રશ્ન આપણે આપણી જાતને પુછવો પડશે? શું આપણે આ માટે જવાબદાર છીએ ? 

એક ડિસેમ્બર વર્ષ ૨૦૧૫ માં માત્ર ૨૪ કલાક માં ચેન્નઇ શહેર પુર ની ચપેટ માં આવી ગયું હતુ. ચેન્નઇ ને ૦૨ ડિસેમ્બર ૨૦૧૫ ડિઝાસ્ટર  ઝોન જાહેર કરવામાં આવ્યુ.કહેવાય છે ૧૮ લાખ પરિવારોએ ઘર છોડવા પડ્યા હતા. ભારતના આટલા મોટા મહાનગરો માં ના એક  ચેન્નઇ માં પુર કેવી રીતે આવ્યુ તેને નિયંત્રિત કેમ ના કરી શકાયુ? પુર ત્યારે જ આવે જ્યારે ગડબડ ના થાય પાણી ના જવાના રસ્તા બંદ થવાથી આમ થતુ હોય છે. ચેન્નઇ માં ડ્રેનેજ બ્લોક હોવા નુ કારણ શહેર થી ૨૦ કિલોમીટર દુર ઊતરમાં હતી તેમ નિષ્ણાતો નો દાવો છે. જ્યાથી પાણી ખાડી માં જતુ હતુ ત્યા એક ઈન્ડસ્ટ્રીયલ પાવર પ્લાન્ટ બનાવી દેવાયા હતા. જે બાબતે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયાની તપાસ માં તમિલનાડુ સરકાર ને પુર માટે જવાબદાર ગણી હતી. તેમજ પુર ને મનુષ્ય દ્રારા કરવામાં આવેલ ભુલ નુ પરિણામ ગણવામાં આવ્યુ હતુ. પુર ના એક વર્ષ પછી ૨૦૧૬ માં પુર થી વિપરીત દુકાળ ની સ્થિતિ ઉત્પન્ન થઈ. જે સતત ૨૦૧૭/૨૦૧૮ સુધી ચાલી હતી. આ જ રીતે આપણે ભારત માં અનેક શહેરોમાં પુર ની ભયંકર સ્થિતિ જોઈ છે.

તાપી જીલ્લા માં કાકરાપાર, અણુમથક , થર્મલ પાવર સ્ટેશન, જે.કે. પેપર મીલ અને હવે ડોસવાડા GIDC માં હિંદુસ્તાન ઝીંક લી. લાવવાથી શું અસરો થશે તેનુ નિષ્પક્ષ તપાસ કરવા ની દિશા માં સ્વસ્થ સંવાદ કરવો જરુરી છે. જેમાં પ્રદુષણ જ નહી પ્લાન્ટ ડીઝાઈન, મટીરીયલ્સ, ડાયમેન્શન ઊપર ધ્યાન આપવુ જરુરી છે.જેના માટે આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચ ના અધ્યક્ષ રોમેલ સુતરિયા મનુષ્ય એ પર્યાવરણ ને નુકસાન ના કરવુ અને કેવી રીતે પર્યાવરણ નુ જતન કરી શકાય તે દિશા માં વેદાંતા ના અનિલ અગ્રવાલ ને પણ સંવાદ માટે જાહેર આમંત્રણ આપે છે.સાથે આવનાર દિવસો માં ગ્રામ્ય સ્તરે તેમજ જીલ્લા તંત્ર સાથે એક સ્વસ્થ સંવાદ ની સ્થાપના કરવાનો પ્રયાસ કરશે. દેશમાં ક્લાઈમેટ ઈમરજન્સી નો સમય છે ત્યારે પર્યાવરણ ની રક્ષા તે આપણા જીવનની ફરજ નહી અનિવાર્ય શરત છે ત્યારે હિંદુસ્તાન ઝીંક સ્મેલટર પ્લાન્ટ એક ચિંતાજનક બાબત છે. આ વિષય ઉપર માનનીય મુખ્ય મંત્રીએ આ મોડર્ન અને આધુનિક પ્લાન્ટ બનશે તે પ્રકારનુ નિવેદન કરેલુ છે.પરંતુ ઝીંક નિર્માણ પ્રદુષણ નહી જ કરે તે યોગ્ય દાવો નથી. જેનું ઉદાહરણ રાજસ્થાન સ્થિત પ્રોજેક્ટમાં જોવા મળે  છે, જ્યાં દરેક સ્થાનિકો સાથે કરેલા દવાઓ પોકળ સાબિત થયા છે, 

ઝીંક નુ ઉત્પાદન આંતરરાષ્ટ્રીય સ્તરે લીથીયમ માટે ભારત ની ચાઈના ઊપર નિર્ભરતા દુર કરવા ના એક વિકલ્પ તરીકે ચોક્કસ જરુરી હશે પરંતુ પર્યાવરણ ના દ્રષ્ટિકોણ થી એક સ્વસ્થ સંવાદ કરવા અનિલ અગ્રવાલે પણ Anti  Green Development નહી Green Development નો કન્સેપ્ટ અપનાવી લેવો જોઈએ. 

આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા આ બાબતે એન્વાયરમેન્અટલ એન્જિનિયર્સ સાથે ઝીંક સ્મેલટર પ્લાન્ટ બાબતે વધુ સંવાદ અને અભ્યાસ કરી રહ્યુ છે જે પુર્ણ થતા વધુ અહેવાલ જાહેર કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है