દેશ-વિદેશ

દુનિયાનાં સૌથી શક્તિશાળી નેતાનું દરેક સોસિયલ સાઈટ એકાઉન્ટ એક દિવસ માટે સસ્પેન્ડ કર્યું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ 

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામને લઇને પૂર્વ પ્રમુખ ટ્રમ્પના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. આ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની ભીડે અમેરિકન સંસદમાં ઘૂસી હોબાળો મચાવ્યો હતો. વડાપ્રધાન મોદીજી સહીત  દુનિયાના અનેક શક્તિશાળી નેતાઓએ આ ઘટનાને વખોડી:

અમેરિકાના 300 વર્ષના ઇતિહાસમાં ચૂંટણી હારેલા રાષ્ટ્રપતિએ પોતાની હાર સ્વીકારવાની ના પડી હોય અને સમર્થકોએ અમેરિકન સંસદમાં ઘૂસીને હોબાળો કર્યો હોય તેવું ક્યારેય બન્યું નથી. દુનિયાની સૌથી જૂની લોકશાહી અમેરિકામાં અત્યાર સુધીનું સૌથી મોટું સંકટ આવ્યુ છે. કારણ કે જે સમયે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જૉ બાઇડનને રાષ્ટ્રપતિ જાહેર કરવા માટે અમેરિકી સંસદમાં સંયુક્ત સત્ર ચાલી રહ્યું હતું.

યુએસ કેપિટલ હિલમાં થયેલી હિંસામાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે સંસદની બહાર થયેલી હિંસામાં ત્રણ અન્ય લોકોના મોત થયા હતા.અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા કરવામાં આવેલ હિંસાને વધતી જોતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકે કાર્યવાહી  કરી છે. આ કંપનીઓએ ડોનાલ્ડ  ટ્રમ્પના એકાઉન્ટે 24 કલાક માટે બ્લોક કરી દીધા છે. એટલું જ નહીં ટ્વિટરે તો ટ્રમ્પને ચેતવણી આપી છે કે જો તે આવું આગળ પણ કરતાં રહેશે તો કાયમી માટે એકાઉન્ટ બ્લોક કરી દેશે. ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પના કેટલાક ટ્વિટ ડિલીટ કરી દીધા છે અને તેનું ટ્વિટર એકાઉન્ટ 12 કલાક માટે સસ્પેન્ડ કર્યું છે. 

ટ્રમ્પે હિંસા પર ઉતરેલા સમર્થકોને શાંતિની અપીલ પણ કરી હતી:  તેમણે ટ્વિટમાં કરીને કહ્યું કે, “હું અમેરિકની કેપિટલમાં દરેકને શાંતિપૂર્ણ રહેવા અપીલ કરું છું. હિંસા ન થવી જોઈએ! યાદ રાખો, અમે કાયદો અને વ્યવસ્થા જાળવનાર પક્ષ છીએ. કાયદા અને મહાન પુરુષો અને મહિલાઓનો આદર કરો. આભાર! “

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો આવ્યા પછી પણ ખેંચતાણ ચાલુ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ વ્હાઇટ હાઉસ અને કેપિટલ હિલ્સની બહાર હોબાળો મચાવ્યો હતો. અમેરિકામાં હંગામો થયા બાદ હવે વોશિંગ્ટનમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है