વિશેષ મુલાકાત

MLA મહેશભાઈ વસાવાએ દેડિયાપાડા અને સાગબારા તાલુકાના વાવાઝોડાથી થયેલા નુકશાન અન્યવે ગામોની લીધી મુલાકાત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

MLA મહેશભાઈ વસાવાએ દેડિયાપાડા અને સાગબારા તાલુકાના વાવાઝોડાથી થયેલા નુકશાન ના પગલે અનેક ગામોની મુલાકાત લીધી:

દેડિયાપાડા અને સાગબારા પંથકમાં જયારે કુદરતી, માનવ સર્જીત હોનારત કે પછી કોઈપણ આગ લાગવા જેવી  ઇમરજન્સીમાં પરિવારોને તંત્ર દ્વારા તાત્કાલિક મદદ અપાયાના ઘણાં કિસ્સાઓ નર્મદામાં સામે આવ્યા છે, 

કોરોના વાયરસના સંકટ ની વચ્ચે ગુજરાત રાજ્ય પર તાઉ’તે વાવાઝોડાનું સંકટ તોળાય રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લાના દેડિયાપાડા અને સાગબારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માં પણ “તાઉ’તે” વાવાઝોડા એ ઘરો ના છાપરા ઓ, ખેતીપાકો, બાગાયતી પાકોમાં ઘણુંજ નુકશાન કરેલું છે. જેની આજ રોજ ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા અસરગ્રસ્ત પરિવારો અને ખેડૂતો સાથે રૂબરૂ મુલાકાત કરી અધિકારીઓ ને વહેલી તકે સર્વે કરી જિલ્લા કક્ષાએ રિપોર્ટ પહોંચાડવા સૂચના આપવામાં આવી જેથી કરી ને ઘરોમાં થયેલા, ખેતીપાકોમા થયેલા અને બાગાયતી પાકોમા થયેલા નુકશાનની રાહત ફંડ માંથી યોગ્ય સહાય મળી રહે તે માટે લોકોની વાત સરકાર સુધી પોહચાડવાની પણ ખાત્રી આપી હતી.

આ પ્રસંગે BTP જિલ્લા પ્રમુખ ચૈતરભાઈ વસાવા, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, સર્કલશ્રીઓ, પૂર્વ.તાલુકા પંચાયત પ્રમુખશ્રી માધવભાઈ અને તલાટી કમમંત્રીશ્રીઓ હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है