બ્રેકીંગ ન્યુઝ

તૌઉ’તે વાવાઝોડાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી રેલ્વે સ્ટેશનની તકલાદી ગુણવત્તાની કામગીરીની પોલ ખોલી નાખી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

જયારે મોસમ બદલાય છે અને કોઈ કુદરતી આફત આવે છે ત્યારે થયેલ કામગીરીની પોલ ખુલતી હોય છે, નર્મદા જિલ્લાનાં કેવડિયામાં તૌઉ’તે વાવાઝોડાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી રેલ્વે સ્ટેશનની તકલાદી ગુણવત્તાની કામગીરીની પોલ ખોલી નાખી:

તૌઉ’તે વાવાઝોડાને પગલે દેશના પ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશનના 300 ફૂટ ઉપર લગાવેલા એલિવેશન નીચે પડ્યા:

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા રેલ્વે સ્ટેશનના છત ના એલિવેશન ટપો ટપ પડવાની ઘટનાને પગલે તંત્ર દોડતું થયું :

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૭ મી જાન્યુઆરી ૨૦૨૧  ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા રેલ્વે સ્ટેશનનું લોકાર્પણ કરી ગુજરાતને વધુ એક ભેટ આપી હતી એ જ દિવસે મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી ૮ ટ્રેનોને લીલી ઝંડી પણ આપી હતી, પરંતુ તૌકતે વાવાઝોડાએ કેવડિયા રેલ્વે સ્ટેશનના તકલાદી બાંધકામની પોલ ખોલી નાખી હતી. તૌકતે વાવાઝોડાને લીધે કેવડિયા રેલ્વે સ્ટેશન પર છત ઉપર લગાવેલા એલિવેશન ના પતરા ટપોટપ નીચે પડવા લાગ્યા હતા.

દેશના પ્રથમ ગ્રીન બિલ્ડીંગ રેલ્વે સ્ટેશન બન્યાને હજુ થોડા મહિનાઓ જ થયા છે.ત્યારે સામાન્ય પવનમાં જો એના પતરા ઉડી જતા હોય ત્યારે રેલ્વે સ્ટેશન નિર્માણ કાર્યના ગુણવત્તા પર પણ પ્રશ્ન સર્જાઈ રહ્યો છે.જો કોઈ પેસેન્જરો હોત અને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો એનો જવાબદાર કોણ ? ? ? ઉતાવળે કરાયેલી કામગીરીમા આ પતરા માત્ર ચોંટાડી રાખ્યા હશે, યોગ્ય રીતે ફિટીંગ ના કરાયા હોવાથી આ ઘટના ઘટી હોવાનું ચોક્કસ કહી શકાય. જો નિર્માણ કાર્યમાં ગુણવત્તા પર સવાલ ઉઠતા હોય ત્યારે સરકારે રેલ્વે સ્ટેશન પાછળ ખર્ચેલા કરોડો રૂપિયા પાણીમાં ગયા છે એમ કહીએ તો ખોટું નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है